________________
અનુયોગદ્વાર
૨૬ ૩ ભેદથી બે પ્રકારનું છે. આવશ્યકના સ્વરૂપને ઉપયોગપૂર્વક જાણવું તે આગમત: ભાવાવશ્યક છે. નોઆગમત: ભાવાવશ્યક ત્રણ પ્રકારનું છે : લૌકિક, કુમારચનિક અને લોકોત્તરિક. પ્રાત:કાળે મહાભારત અને સાયંકાળે રામાયણનું ઉપયોગસહિત પઠન-પાઠન લૌકિક ભાવાવશ્યક છે. ચામડું વગેરે ધારણ કરનારનાં પોતાના ઈષ્ટ દેવને બે હાથ જોડીને સાદર નમસ્કાર વગેરે કરવા તે કુપ્રાવચનિક ભાવાવશ્યક છે. શુદ્ધ ઉપયોગપૂર્વક જિનપ્રણીત વચનોમાં શ્રદ્ધા રાખનાર શ્રમણગુણસંપન્ન અથવા શ્રાવકગુણયુક્ત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા દ્વારા પ્રાતઃકાળે તથા સાયંકાળે ઉપયોગપૂર્વક આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનું નામ લોકોત્તર ભાવાવશ્યક છે.'
આવશ્યકનો નિક્ષેપ કર્યા પછી સૂત્રકાર શ્રત, સ્કન્ધ અને અધ્યયનનું નિક્ષેપપૂર્વક વિવેચન કરે છે. આવશ્યકની જેમ શ્રુત પણ ચાર પ્રકારનું છે : નામથુત, સ્થાપનાશ્રુત, દ્રવ્યશ્રુત અને ભાવઠુત.શ્રુતના એકાWક નામો આ છે : શ્રુત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન – પ્રવચન તથા આગમઃ
सुयं सुत्तं गंथं सिद्धतं सासणं आण त्ति वयण उवएसो । पण्णवणे आगमे वि य एगट्ठा पज्जवा सुत्ते ॥
- સૂ. ૪૨, ગા. ૧. સ્કન્ધ પણ ચાર પ્રકારનાં છે : નામસ્કલ્પ, સ્થાપનાસ્કલ્પ, દ્રત્યસ્કન્ધ અને ભાવસ્કન્ધ. સ્કલ્પના એકાWક નામો આ છે : ગણ, કાય, નિકાય, સ્કન્ધ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ, સમૂહ, એતદ્વિષયક સૂત્ર-ગાથા આ પ્રમાણે છે :
गण काए निकाए चिए खंधे वग्गे तहेव रासी य । पुंजे य पिंडे निगरे संघाए आउल समूहे ।।
- સૂ. ૧૨, ગા. ૧ (સ્કન્ધાધિકાર) આવશ્યકમાં નિમ્નોક્ત અર્વાધિકાર છે : ૧. સાવદ્યયોગવિરતિરૂપ પ્રથમ અધ્યયન, ૨. ગુણકીર્તનરૂપ દ્વિતીય અધ્યયન, ૩. ગુણયુક્તને બદનરૂપ તૃતીય અધ્યયન, ૪. અતિચારોની નિવૃત્તિરૂપ ચતુર્થ અધ્યયન, ૫. દોષરૂપ વ્રણની ચિકિત્સારૂપ પંચમ અધ્યયન, ૬. ઉત્તરગુણધારણરૂપ ષષ્ઠ અધ્યયન. આ અધ્યયનોનાં નામો આ પ્રમાણે છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ, ૬. પ્રત્યાખ્યાન. સામાયિકરૂપ પ્રથમ અધ્યયનના ચાર અનુયોગદ્વાર છે : ૧. ઉપક્રમ, ૨. નિક્ષેપ, ૩. અનુગમ અને ૪. નય. ૧. સૂ. ૧૩-૨૫. ૨. સૂ. ૨૭ ૩. સૂ. ૧ (સ્કન્ધાધિકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org