________________
૨૪૦
છેદ :
છેદ નામક સાતમા પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કરતાં આચાર્યે બતાવ્યું છે કે જે તપના ગર્વથી ઉન્મત્ત બને છે અથવા જે તપ કરવા માટે સર્વથા અસમર્થ છે અથવા જેની તપ ઉપર સહેજ પણ શ્રદ્ધા નથી અથવા જેનું તપથી દમન કરવું કઠિન છે તેને માટે છેદનું વિધાન છે.૧ છેદનો અર્થ છે દીક્ષાવસ્થાની કાલગણના – દીક્ષા-પર્યાયમાં કાપ (છેદ) કરવો.
મૂલ ઃ
પંચેન્દ્રિયઘાત, મૈથુનપ્રતિસેવન વગેરે અપરાધ-સ્થાનો માટે મૂલ નામક પ્રાયશ્ચિત્તનું વિધાન છે.ર
અનવસ્થાપ્ય :
તીવ્ર ક્રોધ વગેરેથી પ્રરુષ્ટ ચિત્તવાળા નિરપેક્ષ ઘોર પરિણામી શ્રમણ માટે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
3
પારાંચિક :
તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર આદિની અભિનિવેશવશ વારંવાર આશાતના કરનાર પારાંચિક પ્રાયશ્ચિત્તનો અધિકારી બને છે. એ જ રીતે કષાયદુષ્ટ, વિષયદુષ્ટ, સ્થાનર્જિનિદ્રાપ્રમત્ત અને અન્યોન્યકારી પારાંચિક પ્રાયશ્ચિત્તના ભાગી બને છે.
४
આ દસ પ્રાયશ્ચિત્તોમાં અંતિમ બે પ્રાયશ્ચિત્ત અર્થાત્ અનવસ્થાપ્ય અને પારાંચિક ચતુર્દશપૂર્વધર (ભદ્રબાહુ) સુધી જ અસ્તિત્વમાં હતા. ત્યારબાદ તેમનો વિચ્છેદ થઈ ગયો.૫
૧. ગા. ૮૦-૮૨. ૪. ગા. ૯૪-૯૬.
Jain Education International
અંગબાહ્ય આગમો
***
૨. ગા. ૮૩-૮૫. ૫. ગા. ૧૦૨.
·
For Private & Personal Use Only
૩. ગા. ૮૭-૯૩
www.jainelibrary.org