________________
જીતકલ્પ
૨૩૯ આલોચના:
છદ્મસ્થને આહારાદિ ગ્રહણ, બહિર્નિર્ગમ, મલોત્સર્ગ આદિ ક્રિયાઓમાં અનેક દોષો લાગતા રહે છે જેની આલોચનાપૂર્વક સંખેદ સ્વીકારોક્તિ સહિત) વિશુદ્ધિ કરવી જરૂરી છે.' પ્રતિક્રમણ:
ગુપ્તિ અને સમિતિમાં પ્રમાદ, ગુરુની આશાતના, વિનયભંગ, ગુરુની ઈચ્છા વગેરેનું અપાલન, લઘુમૃષાદિનો પ્રયોગ, અવિધિપૂર્વક કાસ-જંભા-સુતવાતનું નિવારણ, અસંક્લિષ્ટ કર્મ, કંદર્પ, હાસ્ય, વિકથા, કષાય, વિષયાનુસંગ, સ્કૂલના આદિ પ્રતિક્રમણના અપરાધસ્થાનો છે. તેમનું સેવન કર્યા પછી પ્રતિક્રમણ કરવું (કરેલા અપરાધોમાંથી પાછા હટવું) આવશ્યક છે. ઉભયઃ
સંભ્રમ, ભય, આપતું, સહસા, અનાભોગ, અનાત્મવશતા, દુશ્ચિતન, દુર્ભાષણ, દુશ્લેષ્ટા વગેરે અનેક અપરાધસ્થાનો ઉભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્તોને યોગ્ય છે.? વિવેકઃ
કાલાતીત – અધ્વાતીત વગેરે દોષોથી યુક્ત પિંડ (આહાર), ઉપધિ (ઉપકરણ), શપ્યા વગેરે ગ્રહણ કરવાથી લાગનારા દોષોના નિવારણ માટે વિવેક પ્રાયશ્ચિત્તનું વિધાન છે.* વ્યુત્સર્ગઃ
ગમન, આગમન, વિહાર, શ્રુત, સાવદ્ય સ્વપ્ર, નાવ-નદી-સંતાર વગેરે સંબંધી દોષો વ્યુત્સર્ગ – કાયોત્સર્ગને યોગ્ય છે. આચાર્યે વિભિન્ન વ્યુત્સર્ગો માટે વિભિન્ન ઉચ્છવાસોનું પ્રમાણ બતાવ્યું છે. તપ:
તપનું સ્વરૂપ બતાવતાં સૂત્રકારે જ્ઞાતિચાર (જ્ઞાનસંબંધી દોષ) આદિનો નિર્દેશ કર્યો છે અને વિભિન્ન પ્રકારના અપરાધો માટે એકાશન, ઉપવાસ, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, આયંબિલ (રૂક્ષ આહારનો ઉપભોગ) વગેરેનું વિધાન કર્યું છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દૃષ્ટિએ તપોદાનનો વિચાર કરતાં આચાર્યે ગીતાર્થ, અગીતાર્થ, સહનશીલ, અસહનશીલ, શઠ, અશઠ, પરિણામી, અપરિણામી, અતિપરિણામી, ધૃતિ-દેહસંપન્ન, ધૃતિ-દેહહીન, આત્મતર, પરતર, ઉભયતર, નોભયતર, અન્યતર, કલ્પસ્થિત, અકલ્પસ્થિત વગેરે પુરુષોની દૃષ્ટિએ પણ તપોદાનનું વ્યાખ્યાન કર્યું છે. ૧, ગા. ૧-૮, ૨. ગા. ૯-૧૨. ૩. ગા. ૧૩-૧૫. ૪, ગા. ૧૬-૧૭. ૫. ગા. ૧૮. દ. ગા. ૧૯-૨૨. ૭ ગા. ર૩-૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org