________________
નિશીથ
૨૩૧
બે ગાઉથી આઘે જઈ આહાર લાવવો, (ગડગુમડ પર લગાડવા માટે) એક દિવસ ગોમય છાણ લાવી બીજા દિવસે કામમાં લેવું, દિવસે છાણ લાવી રાતે ઉપયોગમાં લેવું, રાતે છાણ લાવી દિવસે કામમાં લેવું, રાતે છાણ લાવી રાતે જ કામમાં લેવું (જે દિવસે દિવસના સમયે ગ્રહણ કર્યું હોય તે જ દિવસે દિવસના સમયે કામમાં લઈ લેવું જોઈએ), એ જ રીતે આલેપન વગેરેનો પણ સમયમર્યાદાનું ઉલ્લંઘન કરી ઉપયોગ કરવો, પોતાનાં ઉપકરણો અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે ઉપડાવવાં, ગૃહસ્થ વગેરેની પાસે કામ કરાવી બદલામાં આહારાદિ આપવો, નિમ્નોક્ત પાંચ મહાનદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરવી : ૧. ગંગા, ૨. યમુના, ૩. સરયૂ, ૪. ઐરાવતી અને ૫. મહી. તેરમો ઉદ્દેશ ઃ
સાધુ
આ ઉદ્દેશ પણ લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત સંબંધી છે. જે ભિક્ષુ નિગ્રંથ – મુનિ શ્રમણ સચિત્ત પૃથ્વીકાયને અડીને બેસે, સૂવે, સ્વાધ્યાય કરે, સચિત્ત રજથી ભરેલી શીલા ઉપર શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે, સચિત્ત પાણીથી ભીંજાયેલી જમીન પર શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે, ઘરના ઉંમરા પર, ખાંડણિયા પર, સ્નાન કરવાના સ્થળે બેસે-ઉઠે, નદી પર, ભીંત ૫૨, શીલા પર, પાષાણખંડ પર, ખુલ્લા આકાશમાં સૂવે-બેસે, અન્યતીર્થિક અથવા ગૃહસ્થને શિલ્પકળા વગેરે શીખવાડે, અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પર કોપ કરે, તેમને કઠોર વચનો કહે, તેમની સાથે પ્રશ્નોત્તર કરે, તેમને ભવિષ્ય વગેરે બતાવે, હસ્તરેખા વગેરે જોઈ ફળાફળ બતાવે, સ્વપ્રનું ફળાફળ બતાવે, મંત્ર-તંત્ર શીખવાડે, ભૂલ્યા-ભટક્યાને માર્ગ બતાવે, પાત્ર, દર્પણ, તલવાર, મણિ, પાણી, તેલ, કાકબ (પાતળો ગોળ), વસા (ચરબી) વગેરેમાં પોતાનું મો જુએ, (નિષ્કારણ) વમન કરે, વિરેચન લે અને ઔષધીનું સેવન કરે, શિથિલાચારી (પાર્શ્વસ્થ) વગેરેને વંદન નમસ્કાર કરે, ધાતૃપિંડ (ગૃહસ્થના બાળકોને ક્રીડા કરાવી આહારાદિ) ગ્રહણ કરે, દૂતીપિંડ (બીજે ગામ જઈ સમાચાર પહોંચાડી આહારાદિ) ગ્રહણ કરે, નિમિપિંડ (જ્યોતિષ વગેરેનું ફળ બતાવીને આહાર) ગ્રહણ કરે, ચિકિત્સાપિંડ (ઔષધોપચાર કરીને આહા૨) ગ્રહણ કરે, ક્રોધાદિપૂર્વક આહાર ગ્રહણ કરે તેને માટે ઉદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ચૌદમો ઉદ્દેશ :
આ ઉદ્દેશમાં પાત્રસંબંધી દોષપૂર્ણ ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે જે ભિક્ષુ પોતે પાત્રો ખરીદે, બીજા પાસે ખરીદાવે, ૧. બૃહત્કલ્પસૂત્રમાં આ જ પાંચ નદીઓ મહિનામાં બે-ત્રણ વાર પાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org