________________
૨૩૦
અંગબાહ્ય આગમો (દેવાદિ માટે રાખેલ આહારાદિ)નો ઉપભોગ કરવો, અયોગ્યને દીક્ષા આપવી, અયોગ્યને વડી દીક્ષા આપવી, અયોગ્ય સાધુ-સાધ્વીની વૈયાવૃત્ય કરવી, અચેલ (નિર્વસ્ત્ર) હોવા છતાં સચેલ (સવસ્ત્રોની સાથે રહેવું, સચેલ હોવા છતાં અચેલ સાથે રહેવું, અચલે અચેલ સાથે રહેવું (કારણ કે અચેલ – જિનકલ્પી એકલા. જ રહે છે), નિમ્નોક્ત બાલમરણ અર્થાત અજ્ઞાનજન્ય મૃત્યુની પ્રશંસા કરવી :૧. પર્વત પરથી પડી મરવું, ૨. રેતીમાં પ્રવેશ કરી મરવું, ૩. ખાડામાં પડી મરવું, ૪. વૃક્ષ પરથી પડી મરવું, ૫. કીચડમાં ફસાઈ મરવું, ૬. પાણીમાં પ્રવેશ કરી મરવું, ૭. પાણીમાં કૂદીને મરવું, ૮. અગ્નિમાં પ્રવેશ કરી મરવું, ૯. અગ્નિમાં કૂદીને મરવું, ૧૦. વિષ ખાઈને મરવું, ૧૧. શસ્ત્રથી આત્મહત્યા કરવી, ૧૨. ઈન્દ્રિયોને વશ થઈ મરવું, ૧૩. તદ્દભવ અર્થાત આગળ જતાં તે જ ભવમાં ઉત્પન્ન થવાનું આયુષ્યકર્મ બાંધીને મરવું, ૧૪. અંત:કરણમાં શલ્ય (માયા, નિદાન અથવા મિથ્યાત્વ) રાખીને મરવું, ૧૫. ફાંસીએ ચડી મરવું, ૧૬. મૃતકના કલેવરમાં પ્રવેશ કરી મરવું, ૧૭. સંયમભ્રષ્ટ થઈ મરવું વગેરે. બારમો ઉદ્દેશ :
પ્રસ્તુત ઉદેશમાં લઘુ-ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર નિમ્ન ક્રિયાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : કરુણા અર્થાત અનુકંપાપૂર્વક કોઈ ત્રસ પ્રાણીને તૃણપાશે, મુંજપાશ, કાષ્ઠપાશ, ચર્મપાશ, વેત્રપાશ, પાશ, સૂત્રપાશ વગેરેથી બાંધવું, બાંધેલા પ્રાણીને છોડવું, પ્રત્યાખ્યાન (ત્યાગવિશેષ)નો વારંવાર ભંગ કરવો, પ્રત્યેક વનસ્પતિકાય (જે વનસ્પતિના એક શરીરમાં એક જીવ રહેતો હોય) મિશ્રિત આહારનો ભોગ કરવો, સલોમ ચર્મ રાખવું, પરવસ્ત્રાચ્છાદિત તૃણપીઠ, કાષ્ઠપીઠ વગેરે પર બેસવું, સાધ્વીની સંઘાટી (ચાદર) અન્યતીર્થિક અથવા ગૃહસ્થ પાસે સીવડાવવી, પૃથ્વીકાય વગેરેની વિરાધના કરવી, સચિત્ત વૃક્ષ પર ચડવું, ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવું, ગૃહસ્થનાં વસ્ત્રો પહેરવાં, ગૃહસ્થની શય્યા પર સૂવું, ગૃહસ્થનો ઔષધોપચાર કરવો, પૂર્વકર્મ (હાથ, વાસણ વગેરે ધોઈ તરત તૈયાર થઈ બેઠેલા દાતાના હાથે આહાર વગેરે ગ્રહણ કરવાથી લાગનાર) દોષથી યુક્ત આહાર વગેરે ગ્રહણ કરવા, કાષ્ઠ આદિના ચિત્ર-વિચિત્ર પૂતળાં આદિ જોવા માટે તલપાપડ રહેવું, ઝરણું, ગુફા, સરોવર વગેરે વિષમ સ્થાનો જોવા માટે ઉત્સુક રહેવું, ગ્રામ-નગર આદિ ચક્ષુદર્શનની તુષ્ટિ માટે જોવા માટે આતુર રહેવું, અશ્વક્રીડા, હસ્તિક્રીડા, શૂકરક્રીડા વગેરે જોવા માટે આતુર રહેવું, ગૌશાળા, અશ્વશાળા, હસ્તિશાળા વગેરે જોવાની અભિલાષા રાખવી, પ્રથમ પૌરુષી (પ્રહર)માં ગ્રહણ કરેલ આહાર પશ્ચિમ – ચતુર્થ પૌરુષી સુધી રાખવો, અર્ધયોજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org