________________
વ્યવહાર
૨૧૩
પણ આચાર્ય ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. આ પ્રકારનો સાધુ પ્રતીતિકારી, વૈર્યશીલ, વિશ્વસનીય, સમભાવી, પ્રમોદકારી, અનુમત તથા બહુમત કુળનો હોવો આવશ્યક છે. સાથે જ તેનામાં પ્રતીતિ, ધર્મ, સમભાવ વગેરે સ્વકુલોપલબ્ધ ગુણોનું હોવું પણ જરૂરી છે. આચારાંગાદિ સૂત્રોનું જ્ઞાન તો આવશ્યક છે જ. આ પ્રકારનો પુરુષ જાતિસંપન્ન, કુળસંપન્ન અને ગુણસંપન્ન હોવાને કારણે પોતાના ઉત્તરદાયિત્વનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરી શકે છે.
તરુણ સાધુઓએ આચાર્ય-ઉપાધ્યાયનું દેહાવસાન થઈ જાય ત્યારે તે પદ પર કોઈની પ્રતિષ્ઠા કર્યા વગર રહેવું અકથ્ય છે. તેમણે આચાર્ય તેમ જ ઉપાધ્યાયની યોગ્યતાવાળા સાધુઓને તત્ત૬ પદ પર પ્રતિષ્ઠિત કરી તેમની આજ્ઞા અનુસાર જ સંયમનું પાલન કરવું જોઈએ. આ જ રીતે નવદીક્ષિત તરુણ સાધ્વીઓએ પણ પ્રવર્તિની વગેરેના અભાવમાં રહેવું અકથ્ય છે.
મૈથુનનું સેવન કરનાર સાધુઓને આચાર્યાદિની પદવી માટે આયોગ્ય બતાવતાં સૂત્રકાર કહે છે કે જે ગચ્છથી અલગ થયા વિના અર્થાત્ ગચ્છમાં રહીને જ મૈથુનનું સેવન કરે તે માવજીવન આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી અને ગણાવચ્છદકની પદવી માટે અયોગ્ય છે. ગચ્છનો ત્યાગ કરીને મૈથુનનું સેવન કરનારને પુનઃ દીક્ષા ધારણ કરીને ગચ્છમાં સમ્મિલિત થયા પછી ત્રણ વર્ષ સુધી આચાર્યાદિની પદવી પ્રદાન કરવાનો નિષેધ છે. ત્રણ વર્ષ વીત્યા બાદ જો તેનું મન સ્થિર હોય, વિકાર શાંત હોય, કષાયાદિનો અભાવ હોય તો તેને આચાર્યાદિના પદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. ચતુર્થ ઉદ્દેશ :
ચોથા ઉદેશમાં સૂત્રકારે બતાવ્યું છે કે હેમંત અને ગ્રીષ્મઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે ઓછામાં ઓછો એક સાધુ હોવો જ જોઈએ. ગણાવચ્છેદકે હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં ઓછામાં ઓછા બે અન્ય સાધુઓ સાથે હોય ત્યારે જ વિચરવું જોઈએ. વર્ષાઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે બે અને ગણાવરચ્છેદક ની સાથે ત્રણ અન્ય સાધુઓનું હોવું અનિવાર્ય છે.
ગ્રામાનુગ્રામ વિચરતાં પોતાના ગણના આચાર્ય વગેરેનું મૃત્યુ થઈ જાય તો અન્ય ગણના આચાર્ય વગેરેને પ્રધાનરૂપે અંગીકાર કરી રાગદ્વેષથી રહિત થઈને ભ્રમણ કરવું જોઈએ. જો કોઈ યોગ્ય આચાર્ય તે સમયે ઉપલબ્ધ ન થઈ શકે તો પોતાનામાંથી કોઈ યોગ્ય સાધુને આચાર્યાદિની પદવી આપીને તેની આજ્ઞા અનુસાર રહેવું જોઈએ. યોગ્ય સાધુના અભાવમાં જ્યાં સુધી પોતાના અમુક સાધર્મિક સાધુ ન મળી જાય ત્યાં સુધી રસ્તામાં એક રાત્રિથી અધિક ન રોકાતાં બરાબર વિહાર કરતાં રહેવું જોઈએ. રોગાદિ
એ આ.-૧૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org