SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૨ અંગબાહ્ય આગમો અનેક પારિવારિક (પ્રાયશ્ચિત્તવાળા) અને અપારિવારિક સાધુઓ એક સાથે ભોજન કરવા ઈચ્છે, તે યોગ્ય નથી. પારિહારિક સાધુઓની સાથે તપ પૂર્ણ થયા વિના અપારિહારિક સાધુઓએ ભોજન ન કરવું જોઈએ કેમ કે જે તપસ્વી છે તેમનું તપ પૂરું થયા પછી એક મહિનાના તપ પછી પાંચ દિવસ યાવતુ છ મહિનાના તપ પછી એક મહિનો વ્યતીત થઈ ગયા પહેલાં તેમની સાથે કોઈ ભોજન નથી કરી શકતું. કેમ કે આ દિવસોમાં તેમને વિશેષ પ્રકારના આહારની આવશ્યકતા રહે છે જે બીજાઓને માટે જરૂરી નથી હોતો. તૃતીય ઉદેશઃ - ત્રીજા ઉદેશમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ સાધુના મનમાં પોતાનો અલગ ગણ – ગચ્છ બનાવીને વિચારવાની ઈચ્છા હોય પરંતુ તે આચારાંગાદિ સૂત્રો ન જાણતો હોય તો શિષ્યાદિ પરિવાર સહિત હોવા છતાં પણ અલગ ગણ બનાવીને સ્વેચ્છાચારી થવું તેને શોભા નથી આપતું. જો તે આચારાંગાદિ સૂત્રોના જ્ઞાતા હોય તો તે પોતાનો અલગ ગણ બનાવીને વિચારી શકે છે પરંતુ તેમ કરવા માટે સ્થવિરની અનુમતી લેવી અનિવાર્ય છે. સ્થવિરની ઈચ્છા વિરુદ્ધ અલગ ગણ બનાવીને વિચરનારને તેટલા જ દિવસના છેદ અથવા પારિવારિક પ્રાયશ્ચિત્તના ભાગી થવું પડે છે. તેની સાથેના સાધર્મિક સાધુઓ માટે કોઈ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. ઉપાધ્યાય-પદની યોગ્યતાઓનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે જે ત્રણ વર્ષના દીક્ષા-પર્યાયવાળો છે, નિગ્રંથના આચારમાં કુશળ છે, સંયમમાં પ્રવીણ છે, આચારાંગાદિ પ્રવચન-શાસ્ત્રોમાં નિષ્ણાત છે, પ્રાયશ્ચિત્ત દેવામાં સમર્થ છે, ગચ્છ માટે ક્ષેત્રાદિનો નિર્ણય કરવામાં કુશળ છે, નિર્દોષ આહારાદિ શોધવામાં પ્રવીણ છે, સંક્ષિણ પરિણામોમાં અસ્પૃષ્ટ છે, ચારિત્રવાન છે, બહુશ્રુત છે તેને ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરવો કલ્પ છે. જે પાંચ વર્ષના નિર્ચથપર્યાયવાળો છે, શ્રમણના આચારમાં કુશળ છે, પ્રવચનમાં પ્રવીણ છે, યાવત ઓછામાં ઓછું દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પ) અને વ્યવહારનો જ્ઞાતા છે તેને આચાર્ય અને ઉપાધ્યાયના પદ પર પ્રતિષ્ઠિત કરવો કહ્યું છે. આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળો શ્રમણ જો આચારકુશળ, પ્રવચનપ્રવીણ અને અસંક્લિષ્ટ મનવાળો હોય તથા ઓછામાં ઓછું સ્થાનાંગ તથા સમવાયાંગનો જ્ઞાતા હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તિની (સાધ્વીઓમાં મુખ્ય), સ્થવિર, ગણી (સૂત્રાર્થદાતા) અને ગણાવચ્છેદક (સાધુઓનો નિયંત્રણકર્તા)ની પદવી પ્રદાન કરી શકાય છે. આ નિયમોમાં અપવાદ પણ છે. નિરુદ્ધ પર્યાયવાળા અર્થાત્ કારણવશાત સંયમમાં ભ્રષ્ટ થઈ પુનઃ સંયમી બનનાર એક જ દિવસના દીક્ષાપર્યાયવાળા સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy