SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અંગબાહ્ય આગમોના પ્રથમ વર્ગ ઉપાંગમાં નિમ્નલિખિત બાર ગ્રંથો સમાવિષ્ટ છે : ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાજીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા અથવા કલ્પિકા, ૯, કલ્પાવતંસિકા, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા. આમાંથી પ્રજ્ઞાપનાનો રચનાકાળ નિશ્ચિત છે. તેની રચના શ્યામાર્યો વિ. પૂ. ૧૩૫થી ૯૪ની વચ્ચે કોઈ સમયે કરેલી. શ્યામાર્યનું બીજું નામ કાલકાચાર્ય (નિગોદ વ્યાખ્યાતા) છે. તેમને વીરનિર્વાણ સંવત ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું હતું અને વી.સં. ૩૭૬ સુધી તે પદ પર તેઓ રહ્યા હતા. બાકીના ઉપાંગોના રચયિતાઓના નામો વગેરેની કોઈ જાણ નથી. સામાન્યપણે તેમનો રચનાકાળ વિક્રમ સંવત પછીનો હોઈ શકે નહિ. મૂલસૂત્રો ચાર છે : ૧. ઉત્તરાધ્યયન, ૨. આવશ્યક, ૩. દશવૈકાલિક, ૪. પિંડનિર્યુક્તિ અથવા ઓઘનિર્યુક્તિ. આમાંથી દશવૈકાલિક આચાર્ય શય્યભવની કૃતિ છે. તેઓને યુગપ્રધાનપદ વી.સં. ૭૫માં મળ્યું હતું અને વી.સં.૯૮ સુધી તે પદ પર તેઓ રહ્યા. આથી દશવૈકાલિકની રચના વિ. પૂ. ૩૭૫ અને ૩૭૨ની વચ્ચે કોઈ સમયે થયેલી. ઉત્તરાધ્યયન કોઈ એક આચાર્ય અથવા એક કાળની કૃતિ નથી. છતાં પણ તેને વિ.પૂ. બીજી-ત્રીજી શતાબ્દીનો ગ્રંથ માનવામાં કોઈ વાંધો નથી. આવશ્યક સાધુઓના નિત્ય ઉપયોગમાં આવનારું સૂત્ર છે આથી તેની રચના ઘણી પ્રાચીન હોવી જોઈએ. પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિના રચયિતા આચાર્ય ભદ્રબાહુ (દ્વિતીય) છે. તેમનો સમય વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દી છે. છેદસૂત્રો છ છે: ૧. દશાશ્રુતસ્કંધ, ૨. બૃહત્કલ્પ, ૩. વ્યવહાર, ૪, નિશીથ, ૫. મહાનિશીથ, ૬, જીતકલ્પ અથવા પંચકલ્પ. આમાંથી દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહાર ચતુર્દશપૂર્વધર આર્ય ભદ્રબાહુ (પ્રથમ)ની કૃતિઓ છે. તેમનો રચના સમય વી.સં. ૧૭૦ અર્થાત વિ.પૂ. ૩૦૨ આસપાસનો છે. નિશીથના પ્રણેતા આર્ય ભદ્રબાહુ અથવા વિશાખગણિ મહત્તર છે. આ સૂત્ર વાસ્તવમાં આચારાંગની પંચમ ચૂલિકા છે જેને કોઈ કાળે આચારાંગમાંથી છૂટી પાડી દેવામાં આવેલ. મહાનિશીથના ઉપલબ્ધ સંકલનનું શ્રેય આચાર્ય હરિભદ્રને છે. જીતકલ્પ આચાર્ય જિનભદ્રની કૃતિ છે. તેઓનો સમય વિક્રમની સાતમી શતાબ્દી છે. પંચકલ્પ અનુપલબ્ધ છે. નંદી અને અનુયોગદ્વાર ચૂલિકાસૂત્રો કહેવાય છે. નંદીસૂત્રના પ્રણેતા દેવવાચક છે. તેમનો સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દી પૂર્વેનો છે. અનુયોગદ્વારસૂત્રના નિર્માતા આર્ય રક્ષિત છે. તેઓ વી.સં. ૫૮૪માં દિવંગત થયેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy