________________
દશાશ્રુતસ્કંધ
૧૮૫ આવ્યું છે. અંતે વિરાવલી પણ જોડવામાં આવી છે. અંતમાં સામાચારી (મુનિજીવનના નિયમો) ઉપર પણ થોડોક પ્રકાશ પાડવામાં આવ્યો છે.'
ભગવાન મહાવીરના જીવનચરિત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે : અષાઢ શુક્લ ષષ્ઠીની લગભગ મધ્યરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન મહાવીરનું બ્રાહ્મણકુંડગ્રામના નિવાસી કોડાલગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધરગોત્રીય દેવાનંદા બ્રાહ્મણીની કૂખે ગર્ભરૂપે ઉત્પન્ન થવું, દેવાનંદાનું ચૌદ મહાસ્વપ્રો જોઈ જાગી જવું (૧૪ સ્વપ્રો : ૧. ગજ, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. અભિષેક, ૫. માલા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજ, ૯. કુંભ, ૧૦. પાસરોવર, ૧૧. સાગર, ૧૨. દેવવિમાન, ૧૩. રત્નરાશિ, ૧૪. અગ્નિર), ઋષભદત્ત દ્વારા સ્વપ્રફળની સમજૂતી, ઈન્દ્રનું સ્વર્ગમાં બેઠાં બેઠાં દેવાનંદાની કુક્ષિમાં અવતરેલા ભગવાનને વંદન કરવું, ઈન્દ્રના મનમાં એવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થવો કે અહંતુ, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ બ્રાહ્મણ વગેરે કુળોમાં જન્મ ન લેતાં ક્ષત્રિય વંશમાં જન્મ લે છે પરંતુ ભગવાન મહાવીર બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા એ એક આશ્ચર્ય છે તો મારે આનો કંઈક ઉપાય કરવો જોઈએ. ઈન્દ્રનો હરિભેગમેસિ નામના દેવને ગર્ભપરિવર્તનનો આદેશ, હરિણગમેસિ દ્વારા આસો સુદ તેરસના અર્ધરાત્રિના સમયે હસ્તોત્તરા નક્ષત્રમાં ઈન્દ્રના આદેશાનુસાર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ભગવાનને ઉપાડી ક્ષત્રિયકુંડગ્રામના જ્ઞાતૃવંશના કાશ્યપગોત્રીય ક્ષત્રિય સિદ્ધાર્થની ભાર્યા વાસિષ્ઠગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પીડા પહોંચાડ્યા વિના સ્થાપન કરવું અને ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં પહોંચાડવો (આ ઘટના પ્રથમ ગર્ભના ૮૨ દિવસ પછીની છે), દેવાનંદા દ્વારા સ્વપ્રાવસ્થામાં પોતાના પૂર્વોક્ત ચૌદ સ્વપ્રોનું ત્રિશલા દ્વારા હરણ કરાતું જોવું, ત્રિશલાનું ચૌદ મહાસ્વપ્રો જોઈ જાગી જવું, સિદ્ધાર્થ દ્વારા સ્વપ્રપાઠકો સમક્ષ ચૌદ સ્વમોનું વિવરણ પ્રસ્તુત કરવું તથા તેમનું ફળ સાંભળવું, સિદ્ધાર્થના ભંડારમાં
૧. વિદ્વાનોની માન્યતા છે કે કલ્પસૂત્રમાં આવતા ચૌદ સ્વપ્ર વગેરે સંબંધી આલંકારિક વર્ણનોનો
કેટલોક ભાગ, વિરાવલી અને સામાચારીનો કેટલોક અંશ પાછળથી જોડવામાં આવેલ છે. જુઓ – મુનિ પુણ્યવિજયજી દ્વારા સંપાદિત કલ્પસૂત્ર, પ્રાસ્તાવિક, પૃ. ૯-૧૧ (પ્રકા. સારાભાઈ મણિલાલ નવાબ).
૨. Tય-વદ-સૌરં–મલેય-રામ-સવિનય ય હુંબ |
પરમસર-સાર-વિમાન–મવા-યyવય-સિદં ર || - સૂ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org