SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અંગબાહ્ય આગમો સાવધાનીપૂર્વક ચાલતાં રહેવું જોઈએ. સામે જો મદોન્મત્ત હાથી, ઘોડો, બળદ, પાડો, કૂતરો, વાઘ વગેરે આવી જાય તો પણ તેનાથી ડરીને એક ડગલું પણ પાછળ હટવું ન જોઈએ. જો કોઈ ભલી-ભોળો જીવ સામે આવી જાય અને તે સાધુથી ડરવા લાગે તો સાધુએ ચાર હાથ સુધી પાછળ હટી જવું જોઈએ. શીતળ સ્થાનમાંથી શીતળતાની બીકથી ઊઠીને ઉષ્ણ સ્થાન પર અથવા ઉષ્ણ સ્થાનમાંથી ઉષ્ણતાના ભયથી ઊઠીને શીતળ સ્થાન પર જવું ન જોઈએ. તેણે જે સમયે જયાં બેઠો હોય તે સમયે ત્યાં જ બેઠા રહી શીતળતા અથવા ઉષ્ણતાના પરીષહને વૈર્યપૂર્વક સહન કરવો જોઈએ. એ જ રીતે સૂત્રકારે અન્ય પ્રતિમાઓનાં સ્વરૂપનું પણ સ્પષ્ટ વિવેચન કર્યું છે. પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) : આઠમા ઉદ્દેશનું નામ પર્યુષણાકલ્પ છે. વર્ષાઋતુમાં મુનિઓએ એક સ્થાન પર સ્થિર વાસ કરવાનું નામ પર્યુષણા છે. તેની વ્યુત્પત્તિઓ આ પ્રમાણે છે – પરિત: સાચ્ચેન, ૩ષણ વીસ, રૂતિ પર્યુષ પ્રસ્તુત ઉદ્દેશમાં પર્યુષણા-કાળમાં પઠન-પાઠન માટે વિશેષ ઉપયોગી શ્રમણ ભગવાન મહાવીરના જન્મ વગેરે સંબંધી પાંચ હસ્તોત્તરો (ઉત્તરા ફાલ્યુની નક્ષત્રો)નો નિર્દેશ કરવામાં આવ્યો છે: ૧. હસ્તોત્તરમાં દેવલોકમાંથી ચ્યવન અને માતાના ગર્ભમાં આગમન, ૨. હસ્તોત્તરમાં ગર્ભપરિવર્તન, ૩. હસ્તોત્તરમાં જન્મ, ૪. હસ્તોત્તરમાં અનગાર-ધર્મગ્રહણ અર્થાત પ્રવ્રજયા અને ૫. હસ્તોત્તરમાં જ કેવલજ્ઞાન-કેવલદર્શનની પ્રાપ્તિ. ભગવાન મહાવીરનું પરિનિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું હતું. તે બાબતનો મૂળ પાઠ આ પ્રમાણે છે: “તેમાં કાજો તેમાં समयेणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरा होत्था, तं जहा - हत्थुत्तराहिं चुए चइत्ता गब्भं वकंते । हत्थुत्तराहिं गब्भाओ गब्भं साहरिए । हत्थुत्तराहिं जाए । हत्थुत्तराहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वईए । हत्थुत्तराहिं अणंते अणुतरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पण्णे । साइणा परिनिव्वुए भगवं जाव भुज्जो उवदंसेति ત્તિ વેનિ ” આજ કલ્પસૂત્ર નામે જે ગ્રંથનો જૈન સમાજમાં પ્રચાર અને પ્રતિષ્ઠા છે, તે આ જ સંક્ષિપ્ત પાઠ અથવા ઉદ્દેશનું પલ્લવિત રૂપ છે. અહીં કલ્પસૂત્રનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરવો અપ્રાસંગિક નહિ જણાય, કારણ કે તે વાસ્તવમાં દશાશ્રુતસ્કંધનું જ એક અંગ છે. કલ્પસૂત્રમાં સહુ પ્રથમ ભગવાન મહાવીરનું જીવનચરિત્ર પસ્તુત કરવામાં આવ્યું છે, જે ઉપર્યુક્ત પાંચ હસ્તોત્તર સંબંધી છે. તે પછી મુખ્ય રૂપે પાર્થ, અરિષ્ટનેમિ અને ઋષભ – આ ત્રણ તીર્થકરોનું જીવનચરિત્ર આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy