________________
(૧૪) ભાગ ૬ - કાવ્ય-સાહિત્ય લે, ડે. ગુલાબચંદ ચૌધરી આ.૧, ૧૯૭૬,
આ.૨, ૧૯૯૮ ભાગ ૭ – કન્નડ, તમિલ એવં લે, ૫.કે. ભુજબલી શાસ્ત્રી, આ.૧, ૧૯૮૧ મરાઠી જૈન સાહિત્ય શ્રી ટી.પી. મીનાક્ષીસુન્દરમ્
પિલ્લે, ડૉ. વિદ્યાધર જોહરાપુરકર ઉપરોક્ત ૭ ભાગોમાંથી ભાગ-૧, ૨ તથા ૪ના ગુજરાતી અનુવાદ- ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગોનો અનુવાદ પણ નિર્ધારિત સમયમાં આપવા અમે પ્રતિબદ્ધ છીએ.
પ્રસ્તુત ભાગ ૨ “અંગબાહ્ય આગમો”નો અનુવાદ ડૉ. રમણીક શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખકો ડૉ. જગદીશ ચન્દ્ર જૈન અને ડૉ. મોહન લાલ મેહતા હતા. આ બંને મહાનુભાવોનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ.
આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે.
આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્યશ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ આચાર્યશ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અનિલભાઈ ગાંધીનો અમે આ તકે આભાર માનીએ છીએ.
અમદાવાદ તા. ૯-૩-૨૦૦૪
નગીન શાહ
રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org