________________
૧૮૦
અંગબાહ્ય આગમો ગણિ-સંપદાઓનું વર્ણન કર્યા પછી સૂત્રકારે તે સંબંધી ચતુર્વિધ વિનય-પ્રતિપત્તિનું સ્વરૂપ દર્શાવ્યું છે : આચાર-વિનય, શ્રુત-વિનય, વિક્ષેપણા-વિનય અને દોષનિર્ધાતવિનય. આ ગુરુસંબંધી વિનય-પ્રતિપત્તિ છે. એ જ રીતે શિષ્યસંબંધી વિનય-પ્રતિપત્તિ પણ ચાર પ્રકારની હોય છે : ઉપકરણોત્પાદનતા, સહાયતા, વર્ણસંજવલનતા (ગુણાનુવાદકતા) અને ભાર–પ્રત્યાવરોહણતા. આ આઠ પ્રકારની વિનય-પ્રતિપત્તિઓના ફરી ચાર-ચાર ભેદ કરવામાં આવ્યા છે. એ રીતે પ્રસ્તુત ઉદેશમાં કુલ બત્રીસ પ્રકારની વિનય-પ્રતિપત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચિત્તસમાધિ-સ્થાનો :
પાંચમા ઉદેશમાં આચાર્યે દસ પ્રકારના ચિત્તસમાધિસ્થાનોનું વર્ણન કર્યું છે : ૧. ધર્મભાવના, ૨. સ્વપ્રદર્શન, ૩. જાતિસ્મરણ-જ્ઞાન, ૪. દેવદર્શન, પ. અવધિજ્ઞાન, ૬. અવધિદર્શન, ૭. મન:પર્યયજ્ઞાન, ૮. કેવલજ્ઞાન, ૯. કેવલદર્શન, ૧૦. કેવલમરણ (કેવલજ્ઞાનયુક્ત મૃત્યુ). આ દસ સ્થાનોનો સત્તર ગાથાઓમાં ઉપસંહાર કરવામાં આવ્યો છે જેમાં મોહનીય કર્મની વિશિષ્ટતા પર પણ પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો
ઉપાસક-પ્રતિમાઓ :
છઠ્ઠા ઉદ્દેશમાં અગિયાર પ્રકારની ઉપાસક-પ્રતિમાઓ (શ્રાવક પ્રતિમાઓ – સાધનાની ભૂમિકાઓ)નું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભમાં મિથ્યાષ્ટિના વિવિધ અવગુણો ગણાવવામાં આવ્યા છે. મિથ્યાષ્ટિ (નાસ્તિક) ન્યાય અને અન્યાયનો વિચાર ન કરતાં જેને જેવો ફાવે તેવો દંડ કરી બેસે છે. આ પ્રસંગે સૂત્રકારે નિમ્નલિખિત દંડોનો ઉલ્લેખ કર્યો છે : સંપત્તિ-હરણ, મુંડન, તર્જન, તાડન, અંદુકબંધન (સાંકળમાં બાંધવું), નિગડબંધન (બડીમાં બાંધવું), હઠબંધન (હડમાં બાંધવો), ચારકબંધન (કારાગૃહમાં નાખવો), નિગડયુગલ-સંકુટન (અંગો વાળીને બાંધી દેવા), હસ્ત-છેદન, પાદ-છેદન, કર્ણ-છેદન, નાસિકા-છેદન, ઓછ-છેદન, શીર્ષ-છેદન, મુખ-છેદન, વેદ-છેદન (જનનેન્દ્રિય-છેદન), હૃદય-ઉત્પાટન, નયનાદિઉત્પાદન, ઉલ્લંબન (ઊંચે લટકાવવો), ઘર્ષણ, ઘોલન, શૂલાયન (શૂળી પર લટકાવવો), શૂલાભેદન (શૂળીથી ટુકડા કરવા), ક્ષારવર્તન (ઘા પર મીઠું વગેરે છાંટવું), દર્ભવર્તન (ડાભ વગેરેથી પીડવું), સિંહપુચ્છન સિંહના પૂંછડે બાંધવું), વૃષભપુચ્છન (બળદના પૂછડે બાંધવું), દાવાગ્નિદગ્ધન (દાવાગ્નિમાં સળગાવવું), કાકિણી-માંસખાદન (અપરાધીના માંસના નાના નાના ટુકડા કરી તેને જ ખવડાવવા), ભક્તપાનનિરોધ (ખાન-પાન બંધ કરી દેવું), યાવજીવનબંધન, અન્યતર અશુભ કુમારણ (બીજા ખરાબ મોતે મારવું), શીતોદકકાયબુડન (ઠંડા પાણીમાં ડુબાડવું),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org