SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ દશાશ્રુતસ્કંધ ૧૭૯ જ્ઞાનાદિ ગુણોના સમુદાયને “ગણ” કહે છે. “ગણ”નો જે અધિપતિ હોય છે તે જ “ગણી” કહેવાય છે. પ્રસ્તુત ઉદ્દેશમાં આ જ પ્રકારના ગણીની સંપદા – સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગણિ-સંપદા આઠ પ્રકારની છે : ૧. આચારસંપદા, ૨. શ્રુત-સંપદા, ૩. શરીર-સંપદા, ૪. વચન-સંપદા, ૫. વાચન-સંપદા, ૬. મતિ-સંપદા, ૭. પ્રયોગમતિ-સંપદા, ૮. સંગ્રહપરિજ્ઞા-સંપદા. આચાર-સંપદા ચાર પ્રકારની છે : ૧. સંયમમાં ધ્રુવયોગયુક્ત હોવું, ૨. અહંકારરહિત હોવું, ૩. અનિયતવૃત્તિ હોવું, ૪. વૃદ્ધ સ્વભાવી (અચંચળ સ્વભાવવાળા) હોવું. શ્રુત-સંપદા પણ ચાર પ્રકારની છે : ૧. બહુશ્રુતતા, ૨. પરિચિતશ્રુતતા, ૩. વિચિત્રશ્રુતતા, ૪. ઘોષવિશુદ્ધિકારકતા. શરીર-સંપદાના ચાર ભેદ છે : ૧. શરીરની લંબાઈ-પહોળાઈનું સમ્યફ માપ, ૨. અલજ્જાસ્પદ શરીર, ૩. સ્થિરસંગઠન, ૪. પ્રતિપૂન્દ્રિયતા. વચન-સંપદા ચાર પ્રકારની હોય છે : ૧. આદેય વચન (ગ્રહણ કરવા યોગ્ય વાણી), ૨. મધુર વચન, ૩. અનિશ્ચિત (પ્રતિબંધરહિત) વચન, ૪. અસંદિગ્ધ વચન. વાચના-સંપદા પણ ચાર પ્રકારની કહેવામાં આવી છે : ૧. વિચારપૂર્વક વાચ્ય વિષયનો ઉદેશ-નિર્દેશ કરવો, ૨. વિચારપૂર્વક વાચન કરવું, ૩. ઉપયુક્ત વિષયનું જ વિવેચન કરવું, ૪. અર્થનું સુનિશ્ચિત નિરૂપણ કરવું. મતિ-સંપદાના ચાર ભેદ છે : ૧. અવગ્રહ-અતિસંપદા, ૨. ઈહામતિસંપદા, ૩. અવાય-અતિસંપદા, ૪, ધારણા-મતિસંપદા.. અવગ્રહ-અતિસંપદાના ફરી છ ભેદ છે: ક્ષિપ્રગ્રહણ, બહુગ્રહણ, બહુવિધગ્રહણ, ધ્રુવગ્રહણ, અનિશ્રિતગ્રહણ અને અસંદિગ્ધગ્રહણ. એ જ રીતે ઈહા અને અવાયના પણ છ પ્રકાર છે. ધારણામતિસંપદાના આ મુજબ છ ભેદ છે : બહુધારણ, બહુવિધધારણ, પુરાતનધારણ, દુર્ધરધારણ, અનિશ્રિતધારણ અને અસંદિગ્ધધારણ. પ્રયોગમતિ-સંપદા ચાર પ્રકારની છે : ૧. પોતાની શક્તિ અનુસાર વાદવિવાદ કરવો, ૨. પરિષદને જોઈને વાદ-વિવાદ કરવો, ૩. ક્ષેત્રને જોઈને વાદવિવાદ કરવો, ૪. વસ્તુને જોઈને વાદ-વિવાદ કરવો. સંગ્રહપરિજ્ઞા-સંપદાના ચાર ભેદ છે : ૧. વર્ષા ઋતુમાં બધા મુનિઓના નિવાસ માટે યોગ્ય સ્થાનની પરીક્ષા કરવી, ૨. બધા મુનિઓ માટે પ્રાતિહારિક (પાછા આપવાના) પીઠ-ફલક-શયા-સંસ્મારકની વ્યવસ્થા કરવી, ૩. નિયત સમયે પ્રત્યેક કાર્ય કરવું, ૪. પોતાનાથી મોટાઓની પૂજા-પ્રતિષ્ઠા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy