________________
આવશ્યક
૧૪૫ અને નિરુપસર્ગ (મોક્ષ)ને માટે કાયોત્સર્ગ કરું છું. પુષ્કરવર હીપાર્ધ, ધાતકીખંડ, જંબૂદ્વીપ, ભરત, ઐરાવત અને વિદેહમાં ધર્મના આદિ તીર્થકરોને નમસ્કાર કરું છું. તિમિરપટલનો વિધ્વંસ કરનારા સીમંધરની વંદના કરું છું. શ્રુત ભગવાનના વંદન, પૂજન વગેરે નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. સિદ્ધ, બુદ્ધ, પારંગત, પરંપરાગત, લોકાગ્ર ભાગમાં અવસ્થિત સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું. દેવોના દેવ મહાવીરની વંદના કરું છું. ઉજ્જયંત (ગિરનાર) પર દીક્ષા ગ્રહણ કરી જ્ઞાન પ્રાપ્ત કરનારા અરિષ્ટનેમિને નમસ્કાર કરું છું. ચોવીસ જિનવરોને નમસ્કાર કરું છું. હે ક્ષમાશ્રમણ ! આત્યંતર અતિચારને ખમાવવા માટે હું ઉદ્યત છું. ભક્ત, પાન, વિનય, વૈયાવૃજ્ય, આલાપ, સંલાપ, ઉચ્ચ આસન, અંતર ભાષા અને ઉપરી ભાષામાં મેં જે કંઈ અવિનય દર્શાવ્યો હોય, તે આપ જાણો છો, હું જાણતો નથી, તે મિથ્યા થાઓ.” પ્રત્યાખ્યાન :
સર્વ સાવદ્ય કર્મોથી નિવૃત્ત થવાને પ્રત્યાખ્યાન કહે છે. સૂર્યોદયથી બે ઘડી દિવસ સુધી ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું પ્રત્યાખ્યાન કરું છું. સૂર્યોદયથી એકપ્રહર દિવસ સુધી ઉપરોક્ત ચારેયપ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ચારેય પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરું છું. આદિકર, તીર્થકર, સ્વયંબુદ્ધ, પુરુષસિંહ, પુરુષવર-પુંડરીક, પુરુષવર-ગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતૈષી, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતક, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, બોધિદાતા, ધર્મોપદેશક અને ધર્મનાયક અરિહંતોને નમસ્કાર કરું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org