SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ અંગબાહ્ય આગમો તથા લોકો માટે લાભદાયક એક ચૈત્યવૃક્ષ છે. તે વૃક્ષ વાયુથી કંપી રહ્યું છે. એટલા માટે અશરણ થઈને આર્ત અને દુઃખી પક્ષીઓ વિલાપ કરી રહ્યાં છે. ઈન્દ્ર – વાયુથી પ્રદીપ્ત અગ્નિ આ ઘરને ભસ્મ કરી રહ્યો છે. હે ભગવન્! આપનું અંતઃપુર સળગી રહ્યું છે, આપ કેમ ત્યાં દષ્ટિપાત નથી કરતા? નમિ – અમે સુખેથી રહીએ છે, સુખેથી જીવીએ છીએ, અમારું અહીં કંઈ પણ નથી. મિથિલા નગરી સળગે તેમાં મારું કંઈ નથી સળગતું. જેણે પુત્ર-પત્નીને છોડી દીધાં છે અને જે સાંસારિક વ્યાપારોથી દૂર છે, તે ભિક્ષુ માટે કોઈ વસ્તુ પ્રિય અથવા અપ્રિય નથી હોતી. - ઈન્દ્ર - હે ક્ષત્રિય ! પ્રાકાર (કિલ્લો), ગોપુર, અટ્ટાલિકાઓ, ખાઈ (ઉસૂલગ) અને શતક્ની બનાવીને પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરજો. નમિ – શ્રદ્ધારૂપી નગર, તપ અને સંવરરૂપી અર્ગલા (આગળો), ક્ષમારૂપી પ્રાકાર, ત્રણ ગુપ્તિરૂપી અટ્ટાલિકાઓ ખાઈ-શતક્ની, પરાક્રમરૂપી ધનુષ, ઈર્યા (વિવેકપૂર્વક ગમન) રૂપી પ્રત્યંચા અને ઘેર્યરૂપી ધનુષની મૂઠ બનાવીને સત્ય દ્વારા તેને બાંધવું જોઈએ, કેમ કે તારૂપી બાણ દ્વારા કર્મરૂપી કવચ ભેદીને મુનિ સંગ્રામમાં વિજયી થઈને આ સંસારથી છૂટી જાય છે. ઈન્દ્ર – હે ક્ષત્રિય ! ચોર, ડાકુ, (લોમહર – પ્રાણોનું હરણ કરનાર), ખિસ્સાકાતરુઓ અને ખાતર પાડનારાઓથી પોતાની નગરીની રક્ષા કરી પછી પ્રવ્રયા ગ્રહણ કરજો. નમિ – કેટલીયવાર મનુષ્ય નિરર્થક જ દંડ આપે છે, જેનાથી નિરપરાધી માર્યો જાય છે અને અપરાધી છૂટી જાય છે. | ઈન્દ્ર- હે ક્ષત્રિય ! જે રાજાઓએ તને નમસ્કાર નથી કર્યો, તેમને પોતાના વશ કર્યા બાદ જ પ્રવ્રજિત થજો. નમિ – દુર્જય યુદ્ધમાં દસ લાખ સુભટોને જીતવાને બદલે એક પોતાના આત્માને જીતવો સૌથી મોટો વિજય છે. આત્માએ પોતાની સાથે જ યુદ્ધ કરવું જોઈએ, બાહ્ય ૧. સરખાવો – મહાજનક જાતક (૫૩૯) તથા મહાભારત, શાન્તિપર્વ (૧૨. ૧૭૮) સાથે. પ્રોફેસર વિન્ટનિત્યે આ જાતના આખ્યાનોને શ્રમણકાવ્ય-સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ બતાવ્યાં છેઃ જુઓ – સમ પ્રોબ્લેમ્સ ઑફ ઈન્ડિયન લિટરેચર, પૃ. ૨૧ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy