________________
ઉત્તરાધ્યયન
૧૨૩ ઉપયોગ કરે છે, તેઓ શ્રમણ કહેવાય નહિ – એવું આચાર્યોએ કહ્યું છે (૧૩), જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે. બે માસા સોનું માંગવાની ઈચ્છા એક કરોડથી પણ પૂરી થતી નથી (૧૭). નમિપ્રવ્રજ્યા : - પૂર્વ ભવનું સ્મરણ કરતાં નમિ રાજાને બોધ પ્રાપ્ત થયો અને તેઓ પોતાના પુત્રને રાજય સોંપીને અભિનિષ્ક્રમણ કરવાની તૈયારી કરવા લાગ્યા. મિથિલા નગરી, પોતાની સેના, અંતઃપુર અને પોતાના સગા-સંબંધીઓને છોડીને તેઓ એકાંતમાં ચાલ્યા ગયા. તે સમયે નગરીમાં ઘણો કોલાહલ મચી રહ્યો. ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ત્યાં ઉપસ્થિત થયો અને રાજર્ષિ સાથે પ્રશ્નોત્તર કરવા લાગ્યો -
ઈન્દ્ર – હે આર્ય ! એવું શું કારણ છે કે મિથિલા નગરીમાં કોલાહલ થઈ રહ્યો છે અને તેના મહેલોમાં અને ઘરોમાં દારુણ શબ્દો સંભળાઈ રહ્યા
નમિ – મિથિલામાં શીતળ છાયાવાળું, મનોરમ્ય, પત્રપુષ્પોથી આચ્છાદિત
૧. ૧૪ પૂર્વગ્રંથોમાં ગણાય છે તેવા વિદ્યાનુવાદ નામક પૂર્વમાં વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં
આવ્યો છે. ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે ગોશાલક આઠ મહાનિમિત્તોમાં કુશળ હતો. પંચકલ્પચૂર્ણિના ઉલ્લેખ પરથી જણાઈ આવે છે કે આર્ય કાલકના શિષ્યો શ્રમણધર્મમાં સ્થિર રહી શકતા ન હતા, એટલે પોતાના શિષ્યોને સંયમમાં સ્થિર રાખવા માટે કાલક નિમિત્તવિદ્યા શીખવા માટે આજીવિકોની પાસે ગયા હતા. ભદ્રબાહુને પણ નૈમિત્તિક માનવામાં આવે છે, તેઓ મંત્રવિદ્યામાં નિષ્ણાત હતા. તેઓએ કોઈ વ્યંતરથી સંઘની રક્ષા કરવા માટે ઉપસર્ગહરસ્તોત્રની રચના કરી હતી. આર્ય ખપૂટ પણ મંત્રવિદ્યાના જ્ઞાતા હતા. ઔપપાતિકસૂત્રમાં મહાવીરના શિષ્યોને આકાશગામિની વગેરે અનેક વિદ્યાઓ વડે સંપન્ન બતાવવામાં આવ્યા છે. જુઓ – જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૩૩૯-૪૦. સ્થાનાંગ (૮.૬૦૮)માં ભૌમ (ભૂકંપ), ઉત્પાત (લોહીનો વરસાદ), સ્વમ, અંતરિક્ષ, અંગ (આંખ વગેરેનું ફરકવું), સ્વર, લક્ષણ અને વ્યંજન (તલ, મસા વગેરે) – આ આઠ મહાનિમિત્તો બતાવવામાં આવ્યા છે. કેશ, દત્ત, નખ, લલાટ, કંઠ વગેરે જોઈને શુભ-અશુભ જાણવાની વિદ્યા લક્ષણવિદ્યા છે. સ્વપ્રવિદ્યા દ્વારા સ્વમના શુભ-અશુભનું જ્ઞાન થાય છે. સ્વપ્ર માટે જુઓ – ભગવતીસૂત્ર, ૧૬-૬; સુશ્રુત, શારીરસ્થાન ૩૩, મસ્તક, આંખ, હોઠ, બાહુ વગેરેના ફુરણ વડે શુભ-અશુભ જાણવાની વિદ્યા અંગવિદ્યા છે. “અંગવિદ્યા'નું સંપાદન મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org