________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ ।
શ્રી વિમલનાથાય નમઃ ।
શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ ।
મુંબઈ-વિલેપાર્લા પૂર્વ-મંડન . શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા સ્મૃતિ
મુંબઈ-વિલેપાર્લા-પૂર્વના આંગણે રાધનપુર-નિવાસી શ્રાવકરત્ન શ્રેષ્ઠિવર્ય શ્રી હીરાલાલ બકોરદાસ પરિવારે ગૃહ-જિનાલય બનાવી, તેમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દાદાની વિ.સં. ૧૯૮૫ મહા.સુ. ૧૩ના પ્રતિષ્ઠા કરાવી. તે જિનાલય તથા તેની સાથેની મિલકતો વિ. સં. ૨૦૧૪માં શ્રીસંઘને સુપ્રત કરી.
દયાળુ દાદાની અમીદ્રષ્ટિથી વન જેવું પાર્લા ઉપવન, નંદનવન જેવું બની ગયું. શ્રીસંઘના તે તે સમયના ટ્રસ્ટીઓ પૂજ્ય આચાર્ય ભગવંતોના માર્ગદર્શનાનુસાર યથોચિત સુધારા-વધારા કરતા રહ્યા.
વિ. સં. ૨૦૨૧માં મહા સુ. ૭ના પાર્લા-પશ્ચિમમાં શ્રી ચંદ્રપ્રભસ્વામિજીનું જિનાલય કરાવ્યું.
વિ. સં. ૨૦૪૨માં વૈશાખ સુ. ૬ના પાર્લા-પૂર્વ-નરીમાન રોડ ઉપર શ્રી વિમલનાથજીનું ગૃહ-જિનાલય કરાવ્યું.
સકલશ્રીસંઘના સભ્યોની ભાવનાનુસાર દયાળુ દાદા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયનો આમૂલચૂલ જીર્ણોદ્ધાર કરી ત્રિશિખરીય, મેઘનાદમંડપ-ભૂષિત ત્રિમજલીય સંગેમરમરનું દેવવિમાન જેવું ભવ્ય જિનાલય તૈયાર કરાવ્યું.
Jain Education International
તેમાં મૂળનાયકજી શ્રીચિંતામણિ પાર્શ્વનાથજી, ભોંયરામાં નૂતન ભવ્ય શ્રીમુનિસુવ્રતસ્વામિજી, ઉપર નૂતન નવગ્રહ-જિનાલયમાં શ્રી વિમલનાથજી આદિ જિનબિંબોની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પૂજ્યપાદ શાસનસમ્રાટ્ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર
For Private & Personal Use Only
www.jainelibrary.org