SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ દંડનીતિ અને ૧૧ થી ૧૫ સુધીના કુલકરોએ ધિક્કાર નામે દંડનીતિનો પ્રચાર કર્યો (૨૮-૨૯). નાભિ કુલકરની મરુદેવી ભાર્યાના ગર્ભમાં ઋષભનો જન્મ થયો. ઋષભ કોશલના નિવાસી હતા. તેઓ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થંકર અને પ્રથમ ધર્મવરચક્રવર્તી કહેવાતા હતા. તેમણે પુરુષોની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ તથા અનેક શિલ્પોનો ઉપદેશ આપ્યો. ત્યારપછી તેમણે પોતાના પુત્રોનો રાજયાભિષેક કર્યો. પછી હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય વગેરેનો ત્યાગ કરીને પાલખીમાં બેસી રાજધાની વિનીતાની વચ્ચે થઈને સિદ્ધાર્થવન ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં તેમણે સમસ્ત આભરણો અને અલંકારો ઉતારી કાઢ્યા, કેશનો લોચ કર્યો અને એક દેવદૂષ્ય ધારણ કરી શ્રમણધર્મમાં દીક્ષા ગ્રહણ કરી (૩૦). ઋષભ એક વર્ષ સુધી ચીવરધારી રહ્યા. તે પછી તેમણે વસ્ત્રનો સર્વથા ત્યાગ કર્યો. તપસ્વીજીવનમાં તેમને અનેક ઉપસર્ગો સહન કરવા પડ્યા પરંતુ તેઓ બધું શાંતભાવે સહન કરતા ગયા. તેમણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કર્યું, તથા તેઓ શાંત, નિરુપલેપ અને નિરાલંબનભાવે અપ્રતિહત ગતિ પામ્યા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસંબંધી સમસ્ત પ્રતિબંધોનો તેમણે ત્યાગ કર્યો. વર્ષા ઋતુને છોડી હેમંત અને ગ્રીષ્મમાં તેઓ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત વ્યતીત કરતા કરતા સુખ-દુઃખ, જીવન-મરણ, માન-અપમાન તથા સંપત્તિ-વિપત્તિમાં ૧. યાજ્ઞવક્યસ્મૃતિ (૧-૧૩-૩૬૭)માં ધિદંડ અને વાકુદંડનો ઉલ્લેખ છે. સ્થાનાંગ (૩.૭૭)માં સાત પ્રકારની દંડનીતિ જણાવવામાં આવી છે – હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષા, મંડલબંધ, ચારક, છવિચ્છેદ. નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વાચિત્ર, મંત્ર, તંત્ર, જ્ઞાન, વિજ્ઞાન, દંભ, જલસ્તંભ, ગીતમાન, તાલમાન, મેઘવૃષ્ટિ, ફલાવૃષ્ટિ, આરામપણ, આકારગોપન, ધર્મવિચાર, શકુનસાર, ક્રિયાકલ્પ, સંસ્કૃતજલ્પ, પ્રાસાદનીતિ, ધર્મરાંતિ, વર્ણિકાવૃદ્ધિ, સ્વર્ણસિદ્ધિ, સુરભિતૈલકરણ, લીલાસંચરણ, હયગજ-પરીક્ષણ, પુરુષ સ્ત્રીલક્ષણ, હેમરત્નભેદ, અષ્ટાદશલિપિપરિચ્છેદ, તત્કાલબુદ્ધિ, વાસ્તુસિદ્ધિ, કામવિક્રિયા, વૈદ્યકક્રિયા, કુંભભ્રમ, સારિશ્રમ, અંજનયોગ, ચૂર્ણયોગ, હસ્તલાઘવ, વચનપાટવ, ભોજયવિધિ, વાણિજયવિધિ, મુખમંડન, શાલિખંડન, કથાકથન, પુષ્પગ્રંથન, વક્રોક્તિ, કાવ્યશક્તિ, સ્ફારવિધિવેષ, સર્વભાષાવિશેષ, અભિધાજ્ઞાન, ભૂષણપરિધાન, નૃત્યોપચાર, ગૃહાચાર, વ્યાકરણ, પરનિરાકરણ, રંધન, કેશબંધન, વીણાનાદ, વિતંડાવાદ, અંકવિચાર, લોકવ્યવહાર, અંત્યાક્ષરિકા, પ્રશ્નપ્રહેલિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy