________________
સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ
૮૯ સત્તરમા અધ્યાયમાં નક્ષત્ર-ભોજનનું વર્ણન છે અર્થાત કયા નક્ષત્રમાં કર્યું ભોજન લાભકારક થાય છે તે બતાવવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે કૃતિકા નક્ષત્રમાં દહીં, રોહિણીમાં ચમસ (વસભ-વૃષભ ?)નું માંસ, સંસ્થાનમાં મૃગનું માંસ, આદ્રમાં નવનીત, પુનર્વસુમાં વૃત, પુષ્યમાં દૂધ, આશ્લેષામાં દ્વીપકનું માંસ, મહાનક્ષત્રમાં કસોઈ (એક ખાદ્ય), પૂર્વાફાલ્ગનીમાં દેડકાનું માંસ, ઉત્તરાફાલ્ગનીમાં નખવાળા પશુઓનું માંસ, હસ્તમાં વત્થાણી (શિગોડાં), ચિત્રામાં મગનો સૂપ, સ્વાતિમાં ફળ, વિશાખામાં અસિત્તિયા (?), અનુરાધામાં મિસ્સાકૂર, જયેષ્ઠામાં લઠ્ઠિઓ (?), પૂર્વાષાઢમાં આમલગશરીર, ઉત્તરાષાઢમાં બલ (બિલ્લ–બિલા ?), અભિજિતમાં પુષ્પ, શ્રવણમાં ખીર, શતભિષામાં તુવર (તુંબર-તુંબડું), પૂર્વપટ્ટવયમાં કારેલા, ઉત્તરાપુટ્ટવયમાં વરાહનું માંસ, રેવતીમાં જલચરનું માંસ, અશ્વિનીમાં તેતરનું માંસ તથા ભરણીમાં તલ અને તાંદુલ ખાવાથી કાર્યની સિદ્ધિ થાય છે'(૫૧).
અઢારમા અધ્યાયમાં સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણનું વર્ણન છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે સૂર્ય અને ચંદ્ર કયા નક્ષત્રના યોગમાં કેટલું પરિભ્રમણ કરે છે. ઓગણીસમા અધ્યાયમાં બાર મહિનાના લૌકિક અને લોકોત્તર નામો ગણાવ્યા છે. વીસમા અધ્યાયમાં નક્ષત્રોના સંવત્સરોનો ઉલ્લેખ છે. સંવત્સર પાંચ હોય છે -- નક્ષત્ર સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર અને શનૈશ્ચર સંવત્સર. એકવીસમા અધ્યાયમાં નક્ષત્રના દ્વારોનું વર્ણન છે. બાવીસમા અધ્યાયમા. નક્ષત્રોની સીમા, વિખંભ વગેરેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે (પ૨-૭૦).
કુત્સ – કોચ્છ, મોગ્યલાયણ, પિંગલાયણ, કોડીણ, મંડલિણો, હારિત, સોમય. કૌશિક – કોસિય, કાયણ, સાલંકાયણ, હોલિકાયણ, પખિકાયણ, અગ્નિચ્ચ, લોહિય. મંડવ – મંડવ, અરિક, સમુત, તેલ, એલાવચ્ચ, કંડિલ્લ, ખારાયણ. વાશિષ્ઠ – વાસિઢ, ઉંજાયણ, જોરકહ, વડ્યાવચ્ચ, કોડિન, સહી, પારાસર. સંભવ છે કે અહીં લોકમાં પ્રચલિત માંસભક્ષણની દષ્ટિએ આ સૂત્રનું કથન કરવામાં આવ્યું હોય. આમ તો જૈન સૂત્રોમાં માંસ-સેવનના ઉલ્લેખ મળે છે – જુઓ, જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૧૯૮-૨૦૪. શ્રી અમોલક ઋષિએ ચન્દ્રપ્રજ્ઞપ્તિના અનુવાદમાં માંસવાચક શબ્દોનો અર્થ બદલીને શાકવાચક અર્થ કર્યો છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચમસની જગ્યાએ વસભ, કસોઈની જગ્યાએ કસારિ, અસિરિયાની જગ્યાએ આતિસિયા, બલની જગ્યાએ બિલ, તુવરની જગ્યાએ તુંબર અને તલની જગ્યાએ તિલ પાઠ આપવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org