________________
સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ
૮૭ ૬. એક-એક રાત-દિવસમાં એક-એક સૂર્ય કેટલા ક્ષેત્રોમાં પરિભ્રમણ કરે છે ? (૧૮). ૭. મંડળોની રચના (૧૯). ૮. મંડળોનો વિસ્તાર (૨૦). દ્વિતીય પ્રાભૃત :
બીજા પ્રાભૃતમાં ત્રણ અધ્યાય છે – ૧. સૂર્યના ઉદય અને અસ્તનું વર્ણન (૨૧). ૨. સૂર્યના એક મંડળમાંથી બીજા મંડળમાં જવાનું વર્ણન (૨૨). ૩. સૂર્ય એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેનું વર્ણન (૨૩). આ અધ્યાયોમાં અન્ય મતોનો ઉલ્લેખ કરવા સાથે સ્વમતનું પ્રતિપાદન કરવામાં આવ્યું
તૃતીયાદિ પ્રાત :
ત્રીજા પ્રાભૃતમાં ચંદ્રસૂર્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવતા દીપ-સમુદ્રોનું વર્ણન છે. આ સંબંધમાં બાર મતાંતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે (૨૪), ચોથા પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્યના સંસ્થાન – આકારનું વર્ણન છે. આ બાબતમાં સોળ મતાંતરોનો ઉલ્લેખ છે (૨૫). પાંચમા પ્રાભૂતમાં સૂર્યની વેશ્યાઓનું વર્ણન છે (૨૬). છઠ્ઠા પ્રાભૂતમાં સૂર્યના ઓજનું વર્ણન છે અર્થાત્ સૂર્ય સદા એક રૂપમાં અવસ્થિત રહે છે અથવા પ્રતિ ક્ષણ બદલાતો જાય છે – એ બતાવવામાં આવ્યું છે. જૈન માન્યતા અનુસાર જેબૂદ્વીપમાં પ્રતિ વર્ષ માત્ર ૩૦ મુહૂર્ત સુધી સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે, બાકીના સમયમાં અનવસ્થિત રહે છે (૨૭), સાતમું પ્રાભૃત વરણ-પ્રાભૃત છે – સૂર્ય પોતાના પ્રકાશ દ્વારા મેરુ વગેરે પર્વતોને જ પ્રકાશિત કરે છે કે અન્ય પ્રદેશોને પણ ? (૨૮). આઠમું પ્રાભૃત ઉદય-સંસ્થિતિ-પ્રાભૂત છે – જે સૂર્ય પૂર્વ-દક્ષિણમાં ઉદિત થાય છે તે મેરુની દક્ષિણમાં રહેલા ભરત વગેરે ૧. અહીં ગ્રન્થકારે તીર્થિકોના અનેક મતોનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે સૂર્ય
પૂર્વ દિશામાં ઉદિત થઈ આકાશમાં ચાલ્યો જાય છે. તે કોઈ વિમાન, રથ કે દેવતા નથી પરંતુ ગોળાકાર કિરણોનો સમૂહમાત્ર છે જે સંધ્યા સમયે નાશ પામે છે. કેટલાક લોકો સૂર્યને દેવતા માને છે જે સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે આકાશમાં અદશ્ય થઈ જાય છે. બીજા કેટલાક લોકો સૂર્યને સદા સ્થિત રહેનાર દેવતા માને છે જે પ્રાતઃકાળે પૂર્વમાં ઉદિત થઈ સંધ્યાકાળે પશ્ચિમમાં પહોંચી જાય છે અને પછી ત્યાંથી અધોલોકને પ્રકાશિત કરતો નીચેની બાજુ પાછો ફરે છે. ટીકાકાર અનુસાર પૃથ્વીને ગોળ સ્વીકારનારાઓની જ આ માન્યતા હોઈ શકે છે, જૈનોની નહિ, કેમ કે તેઓ પૃથ્વીને ગોળાકાર ન માનતાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોથી ઘેરાયેલી માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org