________________
પ્રજ્ઞાપના
કર્મપ્રકૃતિ પદ :
આની પહેલાંના ઉદ્દેશકમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય – આ આઠ કર્મોના આશ્રયથી જીવોનું વર્ણન છે (૧૧૨). બીજા ઉદ્દેશકમાં આ કર્મોની ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન છે (૨૮૮-૨૯૮). કર્મબંધ પદ :
૮૩
આમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મો બાંધતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે (૨૯૯).
કર્મવેદ પદ :
આમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મો બાંધતા જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે તેનો વિચાર છે (૩૦૦).
કર્મવેદબંધ પદ :
આ પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોનું વેદન કરતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે તેનો વિચાર છે (૩૦૧).
કર્મવેદવેદ પદ :
પ્રસ્તુત પદમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મોનું વેદન કરતાં જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે તેનો વિચાર કરવામાં આવ્યો છે (૩૦૨).
આહાર પદ :
આની પહેલાંના ઉદ્દેશકમાં સચિત્તાહારી આહારાર્થી કેટલા કાળ સુધી આહાર કરે છે, કઈ વસ્તુનો આહાર કરે છે, કયા સર્વાત્મપ્રદેશો દ્વારા આહાર કરે છે, કેટલો ભાગ આહાર કરે છે, શું સર્વ પુદ્ગલોનો આહાર કરે છે, કયા રૂપે તેનું પરિણમન થાય છે, શું એકેન્દ્રિય શરીર વગેરેનો આહાર કરે છે, લોમાહાર અને મનોભક્ષી શું છે — વગેરેની વ્યાખ્યા છે (૧-૯). બીજા ઉદ્દેશકમાં આહાર, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્ત – આ તેર અધિકારોનું વર્ણન છે (૩૦૩-૩૧૧).
-
ઉપયોગ પદ :
ઉપયોગ બે પ્રકારના હોય છે – સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ આઠ હોય છે—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાનઅનેવિભંગજ્ઞાન. અનાકાર ઉપયોગચારહોયછે—ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શન અને કેવલદર્શન (૩૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org