________________
પ્રજ્ઞાપના
૬૯
(શેરડીના રસ જેવું પાણી) અને રસોદક (૧૬). બાદર તેજસ્કાયિક અનેક પ્રકારના છે – અંગાર, જવાલા, મુર્ખર (રાખમાં ભળેલાં આગના કણો), અર્ચિ (આમતેમ ઉડતી જવાળા), અલાત (સળગતું લાકડું), શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિદ્યુત, અશનિ (આકાશમાંથી પડતા અગ્નિકણો), નિર્ધાત (વીજળી પડવી), ઘર્ષણથી ઉત્પન્ન થતો અને સૂર્યકાંત મણિમાંથી નીકળતો અગ્નિ (૧૭). બાદર વાયુકાયિક જીવો અનેક પ્રકારના છે – પૂર્વમાંથી વહેતો વાયુ, પશ્ચિમમાંથી વહેતો વાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઊર્ધ્વવાયુ, અધોવાયુ, તિર્યવાયુ, વિદિશાનો વાયુ, વાતોબ્રામ (અનવસ્થિત વાયુ), વાતોત્કલિકા (સમુદ્રની માફક વાયુના તરંગો), વાતમંડલી, ઉત્કલિકાવાત (ઘણા બધા તરંગો સાથે મિશ્ર વાયુ), મંડલિકાવાત (મંડળાકાર વાયુ), ગુંજાવાત (ગુંજારવ કરતો વાયુ), ઝંઝાવાત વૃષ્ટિ સહિત વાયુ), સંવર્તક વાયુ, તનુવાત, શુદ્ધવત (૧૮).
પ્રત્યેકશરીર બાબર વનસ્પતિકાયિક ૧૨ પ્રકારના છે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વગ (પર્વવાળા), તૃણ, વલય (કેળા વગેરે જેની છાલ ગોળાકાર હોય), હરિત, ઔષધિ, જલરુહ (જળમાં ઉગનારી વનસ્પતિ), કુહણા (ભૂમિસ્ફોટ) (૨૨).
વૃક્ષ બે પ્રકારનાં હોય છે – એકબીજવાળા અને અનેકબીજવાળા. એકબીજવાળામાં લીમડો, આંબો, જાંબુડી, કોશાગ્ર (જંગલી આંબો), શાલ, અંકોલ (પિસ્તાનું ઝાડ), પીલુડી, સેલુ શ્લેષ્માતક-કુંવારપાઠું), સલ્લકી, મોચકી, માલુક, બકુલ (બોરસલી), પલાશ (કેસૂડો), કરંજ, પુત્રજીવક, અરિષ્ટ (અરીઠો), બિભતક (બહેડો), હરિતક (હરડે), ભિલાવા (ભિલામો), ઉંબેભરિકા, ક્ષીરિણી, ધાતકી (ધાવડી), પ્રિયાલ, પૂતિબિંબકરંજ, સુર્ણા (શ્લષ્ણા), સીસમ, અસન (બીજક), પુન્નાગ (નાગકેસર), નાગવૃક્ષ, પર્ણી, અશોક (૩૧-૩૨). અનેકબીજવાળા વૃક્ષોમાં અસ્થિક, હિંદુક (ટિંબર), કપિત્થક (કોઠ), અંબાડક, માતુલિંગ (બીજોરાનું વૃક્ષ), બિલ્વ (બીલી), આમ્રાતક (આંબળા), ફણસ, દાડમી, અશ્વત્થ (પીપળો), ઉદુમ્બર (ઉમરો), વટ (વડ), ન્યગ્રોધ, નક્ટિવૃક્ષ, સાયરી (શતાવરી), પ્લેક્ષ, કાકોદુબરી, કુસુંબરી (કોથમીર), દેવદાલી, તિલક, લકુચ (તૃણવિશેષ), છત્રૌઘ, શિરીષ, સપ્તપર્ણ, દલિપર્ણ, લોધ, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ (૨૩).
૧. દસ ભવનવાસીઓના દસ ચૈત્યવૃક્ષો નીચે પ્રમાણે છે – આસત્ય, સત્તિવત્ર, સામલિ, ઉંબર,
સિરીસ, દહિવત્ર, વંજુલ, પલાસ, વણ્ય, કણિયાર (સ્થાનાંગ, પૃ. ૬ ૧ અ. આઠ
એ.આ- ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org