SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ જીવાજીવાભિગમ ત્યાં તેણે જિનપ્રતિમાઓને સાફ કરી ગંધોદક વડે સ્નાન કરાવ્યું, તેમને લૂછી તેમના પર ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો અને પછી તેમને દેવદૂષ્ય પહેરાવ્યાં. ત્યાર પછી તેમના પર પુષ્પો, માળા, સુગંધી દ્રવ્યો વગેરે ચડાવ્યાં અને અક્ષત દ્વારા અષ્ટમંગલ વગેરે બનાવ્યા. પછી પુષ્પોની વર્ષા કરી અને ધૂપદાનમાં ધૂપ પેટાવી જિન ભગવાનની સ્તુતિ કરી (૧૪૨). આગળ નીચેના વિષયોનું વર્ણન આવે છે – ઉત્તરકુર (૧૪૭), જંબૂવૃક્ષ (૧૫૨), જંબૂદ્વીપમાં ચન્દ્ર, સૂર્ય વગેરેની સંખ્યા (૧પ૩), લવણસમુદ્ર (૧૫૪-૧૭૩), ધાતકી ખંડ (૧૭૪), કાલોદ સમુદ્ર (૧૭૫), પુષ્કરવરદ્વીપ (૧૭૬), માનુષોત્તર પર્વત (૧૭૮), પુષ્કરોદ સમુદ્ર, વરુણવર દ્વીપ અને વરુણવર સમુદ્ર (૧૮૦), ક્ષીરવર દ્વીપ અને ક્ષીરોદ સમુદ્ર (૧૮૧), વૃતવર દ્વિીપ, વૃર્તવર સમુદ્ર, સોદવર દ્વીપ અને સોદવર સમુદ્ર (૧૮૨), નંદીશ્વર દ્વીપ (૧૮૩), નંદીશ્વરોદ સમુદ્ર (૧૮૪), અરુણદીપ, અરુણોદ સમુદ્ર, કુંડલ દ્વીપ, કુંડલ સમુદ્ર, રુચક દ્વીપ, રુચક સમુદ્ર ઈત્યાદિ (૧૮૫), લવણ આદિ સમુદ્રોના જળનો સ્વાદ (૧૮૭), લવણાદિ સમુદ્રોમાં મત્સ્ય, કચ્છપ વગેરેની સંખ્યા (૧૮૮), ચન્દ્રસૂર્ય આદિનો પરિવાર (૧૯૩-૧૯૪), ચન્દ્રાદિ વિમાનોનો આકાર અને વિસ્તાર (૧૯૭), ચન્દ્રાદિ વિમાનોના વાહક (૧૯૮), વૈમાનિક દેવો (૨૦૭-૨૨૩). ચોથી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો પાંચ પ્રકારના હોય છે – એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય (૨૨૪-૨૨૫). પાંચમી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો છ પ્રકારના હોય છે – પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક. નિગોદ બે પ્રકારના હોય છે – નિગોદ અને નિગોદજીવ (૨૨૮-૨૩૯). છઠ્ઠી પ્રતિપત્તિ : આમાં બતાવવામાં આવ્યું છે કે સંસારી જીવો સાત પ્રકારના હોય છે – નૈરયિક, તિર્યંચ, તિર્યંચયોનિક, મનુષ્ય, માનુષી, દેવ અને દેવી (૨૪૦). ૧. ઘણુંખરું આ જ વર્ણન રાયપાસેણઈય (૧૨૯-૧૩૯)માં પણ મળે છે. ૨. આ સમુદ્રમાં પૂર્ણભદ્ર અને મણિભદ્ર નામના દેવો હોવાનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy