________________
(૧૯)
ડૉ. જેકોબી વગેરેનું તો કહેવું છે કે સમયની દૃષ્ટિએ જૈનાગમનો રચનાસમય જે પણ માનવામાં આવે પરંતુ તેમાં જે તથ્યોનો સંગ્રહ છે તે તથ્યો એવાં નથી કે જે એ જ સંગ્રહકાળનાં હોય. એવાં કેટલાંય તથ્યો તેમાં સંગૃહિત છે જેમનો સંબંધ પ્રાચીન પૂર્વ પરંપરા સાથે છે. આથી જૈન આગમોના સમયનો વિચાર કરવો હોય ત્યારે વિદ્વાનોની આ માન્યતા અવશ્ય ધ્યાનમાં રાખવી પડશે.
જૈન પરંપરા અનુસાર તીર્થંકરો ભલે અનેક હોય પરંતુ તેમના ઉપદેશમાં સમાનતા હોય છે અને તે તે કાળે જે પણ અંતિમ તીર્થંકર હોય તેમનો જ ઉપદેશ અને શાસન વિચાર તથા આચાર માટે પ્રજામાં માન્ય થાય છે. આ દૃષ્ટિએ ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર હોવાથી તેમનો જ ઉપદેશ અંતિમ ઉપદેશ છે અને તે જ પ્રમાણભૂત છે. બાકીના તીર્થંકરોનો ઉપદેશ ઉપલબ્ધ પણ નથી અને જો હોય તો પણ તે ભગવાન મહાવીરના ઉપદેશની અંદર સમાઈ ગયો છે – એમ માનવું જોઈએ.
3
અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને સૂત્રબદ્ધ કર્યો છે ગણધરોએ. એટલા માટે અર્થોપદેશક અથવા અર્થરૂપ શાસ્ત્રના કર્તા ભગવાન મહાવીરને માનવામાં આવે છે અને શબ્દરૂપ શાસ્ત્રના કર્તા ગણધરો છે. અનુયોગદ્વારગત (સૂ. ૧૪૪, પૃ. ૨૧૯) સુત્તાગમ, અત્યાગમ, અંતરાગમ, અણંતરાગમ આદિ જે લોકોત્તર આગમોના ભેદો છે તે પરથી પણ આનું જ સમર્થન થાય છે. ભગવાન મહાવીરે એ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે તેમના ઉપદેશનો સંવાદ ભગવાન પાર્શ્વનાથના ઉપદેશ સાથે છે તથા એ પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્શ્વ અને મહાવીરના આધ્યાત્મિક સંદેશમાં મૂળમાં કોઈ ભેદ નથી, કેટલાક બાહ્યાચારમાં ભલેને ભેદ જણાતો હોય.
૧. Docrine of the Jainas, p. 15.
૨. આ જ દૃષ્ટિએ જૈન આગમોને અનાદિ-અનંત કહેવામાં આવ્યા છે—‘રૂત્ત્વાં ટુવાસતાં गणिपिडगं न कयाइ नासी, न कयाइ न भवइ, न कयाइ न भविस्सइ, भुवि च भवइ च, भविस्सइ य, धुवे निअए सासए अक्खए अव्वए अवट्ठिए निच्चे'
નંદી સૂ. ૫૮,સમવાયાંગ, સૂ. ૧૪૮.
3. अत्थं भासइ अरहा सुत्तं गंधंति गणहरा निउणं ।
सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ॥
– આવશ્યકનિર્યુક્તિ. ગા. ૧૯૨; ધવલ ભા. ૧, પૃ. ૬૪ અને ૭૨..
૪. Docrine of the Jainas, p. 29.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.