________________
વિપાકસૂત્ર
૨૭૩ પ્રત્યેક કથાના પ્રારંભમાં સર્વપ્રથમ કથા કહેવાનાં સ્થાનનું નામ, પછી ત્યાંના રાજા-રાણીનું નામ, ત્યારબાદ કથાના મુખ્ય પાત્રનાં સ્થાન વગેરેનો પરિચય આપવાનો રિવાજ પૂર્વપરંપરાથી ચાલ્યો આવે છે. આ રિવાજ અનુસાર પ્રસ્તુત કથાયોજક પ્રારંભમાં આ બધી વાતોનો પરિચય આપે છે. મૃગાપુત્રઃ
દુઃખવિપાકની પ્રથમ કથા ચંપા નગરીના પૂર્ણભદ્ર નામક ચેત્યમાં કહેવામાં આવી છે. કથાના મુખ્ય પાત્રનું સ્થાન મિયગ્ગામ-મૃગગ્રામ છે. રાણીનું નામ મૃગાદેવી અને પુત્રનું નામ મૃગાપુત્ર છે. મૃગગ્રામ ચંપાની આજુબાજુ ક્યાંક હોઈ શકે છે. તેની પાસે ચંદનપાદપ નામનું ઉદ્યાન હોવાનો ઉલ્લેખ છે. તે પરથી અનુમાન કરી શકાય કે અહીં ચંદનના વૃક્ષો વધુ થતાં હશે.
કથા શરૂ થતાં પૂર્વે ભગવાન મહાવીરની દેશનાનું વર્ણન આવે છે. જ્યાં મહાવીર ઉપદેશ આપે છે ત્યાં લોકોના ટોળાં ને ટોળાં આવવા લાગે છે. આ સમયે એક જન્માંધ પુરુષ પોતાના સાથીની સાથે ક્યાંક જઈ રહ્યો હતો. તે ચારે બાજુ થઈ રહેલા શોરબકોરને જાણીને પોતાના સાથીને પૂછે છે કે આજે અહીં આ શું હલચલ છે? આટલા બધા લોકો કેમ ઉમટી પડ્યા છે? શું ગામમાં ઈન્દ્ર, સ્કંદ, નાગ, મુકુંદ, રુદ્ર, શિવ, કુબેર, યક્ષ, ભૂત, નદી, ગુફા, કૂપ, સરોવર, સમુદ્ર, તળાવ, વૃક્ષ, ચૈત્ય અથવા પર્વતનો ઉત્સવ શરૂ થયો છે? સાથી પાસેથી મહાવીરના આગમનની વાત જાણી એ પણ દેશના સાંભળવા જાય છે. મહાવીરના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ તે જન્માંધ પુરુષને જોઈને ભગવાનને પૂછે છે કે આવો કોઈ અન્ય જન્માંધ પુરુષ છે? છે તો તે ક્યાં છે? ભગવાન ઉત્તર આપે છે કે મૃગગ્રામમાં મૃગાપુત્ર નામે એક જન્માંધ જ નહિ પરંતુ જન્મમૂક અને જન્મબધિર રાજકુમાર છે જે માત્ર માંસપિંડ છે અર્થાતુ જેનાં શરીરમાં હાથ, પગ, આંખો, નાસિકા, કાન વગેરે અવયવો કે ઇન્દ્રિયોની આકૃતિ સુદ્ધાં નથી. આ સાંભળી દ્વાદશાંગવિદ્ અને ચતુનધર ઇન્દ્રભૂતિ કુતૂહલવશ તેને જોવા જાય છે અને ભોંયરામાં છુપાવી રાખેલા માંસપિંડરૂપ મૃગાપુત્રને પ્રત્યક્ષ જુએ છે. અહીં એક વાત વિશેષ જાણવાલાયક છે કે કોઈને એ ખબર ન પડે કે આવો છોકરો રાણી મૃગાદેવીનો છે એટલે તેને ભૂમિગૃહમાં છુપાવી રાખવામાં આવેલો હતો. રાણી પૂર્ણ માતૃવાત્સલ્યથી તેનું પાલન-પોષણ કરતી હતી. જ્યારે ગૌતમ ઇન્દ્રભૂતિ તે છોકરાને જોવા ગયા ત્યારે મૃગાદેવીએ આશ્ચર્યચકિત થઈ ગૌતમને પૂછ્યું કે આપને આ બાળકની જાણ કેવી રીતે થઈ? તેના ઉત્તરમાં ગૌતમે તેને પોતાના ધર્માચાર્ય ભગવાન મહાવીરના જ્ઞાનના અતિશયનો પરિચય કરાવ્યો. મૃગાપુત્રના શરીરમાંથી ખૂબ દુર્ગધ આવતી હતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org