________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
મહાવીર-ચર્યા :
આચારાંગના ઉપધાનશ્રુત નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરનું જે ચરિત્ર આપવામાં આવ્યું છે તે ભગવાનની જીવનચર્યાનું સાક્ષાત્ ઘોતક છે. તેમાં ક્યાંય પણ અત્યુક્તિ નથી. તેમની પાસે ઇન્દ્ર, સૂર્ય વગેરેના આવવાની ઘટનાનો ક્યાંય ઉલ્લેખ નથી. આ અધ્યયનમાં ભગવાનના ધર્મચક્રપ્રર્વતન અર્થાત્ ઉપદેશનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આમાં ભગવાનની દીક્ષાથી માંડી નિર્વાણ સુધીની સમસ્ત જીવનઘટનાઓનો ઉલ્લેખ છે. ભગવાને સાધના કરી, વીતરાગ બન્યા, દેશના આપી એટલે કે ઉપદેશ આપ્યો અને અંતમાં ‘મિનિબુડે' અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ અધ્યયનમાં એક જગ્યાએ આવો પાઠ છે :
अप्पं तिरियं पेहाए अप्पं पिट्ठओ व पेहाए । अप्वं बुइए पडिभाणी पंथपेही चरे जयमाणे ॥
અર્થાત્ ભગવાન ધ્યાન કરતી વેળાએ ત્રાંસુ ન જોતા અથવા ઓછું જોતા, પાછળ ન જોતા અથવા ઓછું જોતા, બોલતા નહિ અથવા ઓછું બોલતા, જવાબ ન આપતા અથવા ઓછો આપતા અને માર્ગને ધ્યાનપૂર્વક યતનાથી જોતાં જોતાં ચાલતા.
Jain Education International
૧૫૩
આ સહજ ચર્યાનો ભગવાનના જન્મજાત માનવામાં આવતા અધિજ્ઞાન સાથે વિરોધ થતો જોઈ ચૂર્ણિકાર આ રીતે સમાધાન કરે છે કે ભગવાનને આંખનો ઉપયોગ કરવાની કોઈ આવશ્યકતા નથી. (કેમ કે તેઓ છદ્માવસ્થામાં પણ પોતાના અવધિજ્ઞાનથી આંખ વિના જ જોઈ શકે છે, જાણી શકે છે) છતાં પણ શિષ્યોને સમજાવવા માટે આ પ્રકારનો ઉલ્લેખ આવશ્યક છે ઃ । તં મળવતો મતિ, તાવિ આયરિયું ધમ્માળ સિસ્માનં કૃતિ ાનું ગળ્યું તિથિ (ચૂર્ણિ, પૃ. ૩૧૦) આ રીતે ચૂર્ણિકારે ભગવાન મહાવીર સંબંધી મહિમાવર્ધક અતિશયોક્તિઓને સુસંગત કરવા માટે મૂળસૂત્રના તદ્દન સીધાસાદા અને સુગમ વચનોને પોતાની રીતે સમજાવવાનો અનેક સ્થળે પ્રયાસ કર્યો છે. પાછળના ટીકાકારોએ પણ એક કે બીજી રીતે આ જ પદ્ધતિનો આધાર લીધો છે. આ તત્કાલીન વાતાવરણ અને ભક્તિનું સૂચક છે. લલિતવિસ્તર વગેરે બૌદ્ધ ગ્રંથોમાં પણ ભગવાન બુદ્ધના વિષયમાં જૈન ગ્રંથોની જેમ જ અનેક અતિશયોક્તિપૂર્ણ ઉલ્લેખો મળે છે. મહાવીર માટે પ્રયુક્ત સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતજ્ઞાની, કેવલી વગેરે શબ્દો આચાર્ય હરિભદ્રના કથન અનુસાર ભગવાનના આત્મપ્રભાવ, વીતરાગતા અને ક્રાંતદર્શિતા— દૂરદર્શિતાના સૂચક છે. પછીથી જે અર્થમાં આ શબ્દો રૂઢ થયા છે અને શાસ્ત્રાર્થનો વિષય બન્યા છે તે અર્થમાં તે તેમને માટે પ્રયુક્ત થયેલા જણાતા નથી. પ્રત્યેક મહાપુરુષ જ્યારે સામાન્ય ચર્યાથી પર બની જાય છે—અસાધારણ જીવનચર્યાનું પાલન કરવા
For Private & Personal Use Only
www.jainelibrary.org