________________
(૨)
પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે. . તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે.
જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્ધર્ય પૂજય સૂરિભગવંતો, પૂજ્ય પદો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગાર-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આપ સૌ તરફથી સલાહ-સૂચન-માર્ગદર્શન મળે તો પરિશિષ્ટમાં નીચેની હકીકતો સમાવી શકાય :
(૧) આ સાતે ભાગોમાં કોઈ ગ્રંથનો ઉલ્લેખ કદાચ રહી ગયો હોય તો તેનું લિસ્ટ મૂકવું.
(૨) છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પ્રાકૃત-સંસ્કૃત જૈન સાહિત્યનું નવસર્જન થયું હોય તે બધું લેવું.
(૩) આજ દિન સુધી જે કોઈ ગ્રંથોના સંશોધન-સંપાદન-પ્રકાશન ન થયા હોય તેની નોંધ ઉમેરવી.
(૪) જે કોઈ વિદ્વાનો અપ્રકટ ગ્રંથોના સંશોધન-સંપાદન કરી રહ્યા હોય તે ઉમેરવું.
આ કાર્ય સહુના સાથ-સહકારથી જ સંભવી શકે તેમ છે. એનાથી અનેક જિજ્ઞાસુઓને સાચું માર્ગદર્શન મળશે.. કેટલાય અપ્રકાશિત ગ્રંથોના સંપાદન માટે નવી દિશાસૂઝ મળશે...
પ્રાંતે, અમારી એવી અંતરની અભિલાષા ખરી...
પોતાનું સંપૂર્ણ જીવન સમર્પણ કરી આપણા પૂર્વપુરુષો આરાધનાસાધનાના સારસ્વરૂપ જે જ્ઞાન ખજાનો મુકી ગયા છે, તે ખજાનાની માત્ર નોંધસ્વરૂપ આ સાતે ભાગ હાથમાં આવતા એવો શુભ સંકલ્પ કરીએ કે રોજ આખા દિવસમાંથી માત્ર ૧૦ મિનિટ આ રત્નનિધિનું અવશ્ય વાંચન કરવું...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org