________________
આગમ દરિયો, અમૃત ભરિયો... દૂર દૂર દેખાઈ રહ્યો છે દરિયો ... કેવો છે તેનો ઘૂઘવાટ ? ? ?
કેવા ઉછળી રહ્યા છે, આકાશને આંબી જતા પાણીના તરંગો ?!
. કેવી અગાધ-ગંભીર છે તેની ઊંડાઈ ? ? ? લાગતું નથી તેનો પાર પામી શકાય ?
લાગતું નથી તેનું માપ માપી શકાય ? લાગતું નથી તેનું પૂર્ણ પાન કરી શકાય?
લાગતું નથી તેના પેટાળમાંથી અમૂલ્ય રત્નો મેળવી શકાય ? છતાં ય લાગે છે.. અવલોકનથી આનંદ અનુભવી શકાય, દિલથી દિલજાન દોસ્તી કરી શકાય,
મનથી મઝા માણી શકાય, તે જ રીતે જિનાગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર,
અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના ? શ્રુતસાગરમાં ડૂબકી માર્યા વગર, તેનું મંથન કર્યા વિના,
આગમ-સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના? છતાં ય તેના આછા આછા અવલોકનથી,
સમુદ્રકિનારે લટાર લગાવતા રહેવાથી, કંઈક જાણકારીની અનુભૂતિનો અહેસાસ તો અવશ્ય થશે જ થશે...
ભારતીય વાલ્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે.
આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિપ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય...
આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૧૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ”ના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org