________________
અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ
૧૩૭
આવ્યો છું અથવા કઈ દિશા કે વિદિશામાંથી આવ્યો છું અથવા ઉપરથી કે નીચેથી આવ્યો છું. આ રીતે “Tલ નો નાય નવ અર્થાત્ કેટલાકને એ ખ્યાલ નથી હોતો કે મારો આત્મા ઔપપાતિક છે અથવા અનૌપપાતિક, હું કોણ હતો કે આની પછી કોણ થઈશ? આ વિષયમાં સામાન્યપણે વિચાર કરતાં પ્રતીત થશે કે આ વાત સાધારણ જનતાને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે અર્થાત્ સામાન્ય લોકોને પોતાના આત્મા તથા તેના ભાવીનું જ્ઞાન હોતું નથી. વિશેષરૂપે વિચાર કરતાં માલુમ પડશે કે આ ઉલ્લેખ તત્કાલીન ભગવાન બુદ્ધના સત્કાર્યવાદના વિષયમાં છે. બુદ્ધ નિર્વાણનો સ્વીકાર કરે છે, પુનર્જન્મનો પણ સ્વીકાર કરે છે. આવી અવસ્થામાં તેઓ આત્માને ન માનતાં હોય એવું બને નહિ. તેમનો આત્મવિષયક મત અનાત્મવાદી ચાર્વાક જેવો નથી. જો તેમનો મત તેવો હોત તો તેઓ ભોગપરાયણ બનત, નહિ કે ત્યાગપરાયણ. તેઓ આત્માને માને છે જરૂર પરંતુ જુદી રીતે. તેઓ કહે છે કે આત્માના વિષયમાં ગમનાગમન સંબંધી અર્થાત તે ક્યાંથી આવ્યો છે, ક્યાં જશે- એ જાતના વિચાર કરવાથી વિચારકના આગ્નવો ઓછા નથી થતા, ઉપરથી નવા આગ્નવો પેદા થવા લાગે છે. આથી આત્માના વિષયમાં “તે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જશે એ જાતનો વિચાર કરવાની જરૂર નથી. મઝિમનિકાયના સવાસવ નામે દ્વિતીય સુત્તમાં ભગવાન બુદ્ધના વચનોનો આ આશય સ્પષ્ટ છે. આચારાંગમાં પણ આગળ જતાં તૃતીય અધ્યયનના તૃતીય ઉદેશકમાં) સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જઈશ?” વગેરે વિચારધારાઓમાં તથાગત બુદ્ધ માનતા નથી.
ભગવાન મહાવીરના આત્મવિષયક વચનોને ઉદેશીને ચૂર્ણિકાર કહે છે કે ક્રિયાવાદી મતોના એકસો ને એંશી ભેદ છે. તેમાંથી કેટલાક આત્માને સર્વવ્યાપી માને છે, કેટલાક મૂર્ત, કેટલાક અમૂર્ત, કેટલાક કર્તા, કેટલાક અકર્તા માને છે. કેટલાક શ્યામાક:પરિમાણ, કેટલાક તંદુલ-પરિમાણ, કેટલાક અંગુષ્ઠ-પરિમાણ માને છે. કેટલાક લોકો આત્માને દીપશિખા સમાન ક્ષણિક માને છે. જે અક્રિયાવાદીઓ છે તેઓ આત્માનું અસ્તિત્વ જ નથી માનતા. જે અજ્ઞાનવાદી–અજ્ઞાની છે તેઓ આ વિષયમાં કોઈ વિવાદ જ નથી કરતા. વિનયવાદીઓ પણ અજ્ઞાનવાદીઓની જેવા જ છે. ઉપનિષદોમાં આત્માને શ્યામાક-પરિમાણ, તંદુલ-પરિમાણ, અંગુષ્ઠ-પરિમાણ વગેરે માનવાના ઉલ્લેખો મળે છે.
પ્રથમ અધ્યયનના તૃતીય ઉદ્દેશકમાં “મારા ત્તિ જે વયમ' એટલે કે ૧. એક પ્રકારનું ખડધાન-મોરેયો. ૨. છાંદોગ્ય–તૃતીય અધ્યયન, ચૌદમો ખંડ; આત્મોપનિષદ્-પ્રથમ કંડિકા;
નારાયણોપનિષદ–ગ્લો ૭૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org