________________
તૃતીય પ્રકરણ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ
અંગોના બાહ્ય પરિચયમાં અંગગ્રંથોની શૈલી, ભાષા, પ્રકરણ-ક્રમ તથા વિષયવિવેચનની ચર્ચા કરવામાં આવી. અંતરંગ પરિચયમાં નીચેનાં પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવશે –
(૧) અચલક અને સચેલક બંને પરંપરાઓના ગ્રંથોમાં નિર્દિષ્ટ અંગોના વિષયોનો ઉલ્લેખ અને તેમની વર્તમાન વિષયો સાથે તુલના.
(૨) અંગોનાં મુખ્ય નામો તથા તેમનાં અધ્યયનોનાં નામોની ચર્ચા. (૩) પાઠાંતરો, વાચનાભેદો તથા છંદો વિષયમાં નિર્દેશ. (૪) અંગોમાં ઉપલબ્ધ ઉપોદ્દાત દ્વારા તેમના કર્તુત્વનો વિચાર.
(૫) અંગોમાં આવતા કેટલાક આલાપકોની ચૂર્ણિ, વૃત્તિ ઇત્યાદિ અનુસાર તુલનાત્મક ચર્ચા.
(૬) અંગોમાં આવતા પરમતસંબંધી ઉલ્લેખોની ચર્ચા.
(૭) અંગોમાં આવતા વિશેષ પ્રકારના વર્ણનો, વિશેષ નામો, નગર ઇત્યાદિના નામો તથા સામાજિક અને ઐતિહાસિક ઉલ્લેખો.
(૮) અંગોમાં પ્રયુક્ત મુખ્ય મુખ્ય શબ્દો વિષયમાં નિર્દેશ.
અચેલક પરંપરાના રાજવાર્તિક, ધવલા, જયધવલા, ગોમ્મસાર, અંગપષ્ણત્તિ વગેરે ગ્રંથોમાં બતાવાયું છે કે આચારાંગમાં મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ,
૧. (અ) પ્રથમ શ્રુતસ્કંધ–w.schubring, Leipzig, 190; જૈન સાહિત્ય સંશોધકસમિતિ
પૂના, ઈ.સ. ૧૯૨૪. (આ) નિયુક્તિ તથા શીલાંક, જિનહંસ અને પાર્જચંદ્રની ટીકાઓ સાથે-ધનપતસિંહ,
કલકત્તા, વિ.સં. ૧૯૩૬. (ઇ) નિયુક્તિ અને શીલાંકની ટીકા સાથે–આગમોદયસમિતિ, સુરત, વિ.સં.૧૯૭૨-૭૩. (ઈ) અંગ્રેજી અનુવાદ–H. Jacobi, S. B.E. series; Vol. 22, Oxford 1884. (ઉ) મૂળ-H. Jacobi, Pali Text Society, London 1882. (ઊં) પ્રથમ શ્રુતસ્કંધનો જર્મન અનુવાદ–Worte Mahavira, W. Schubring, Leipzig;
1926.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org