________________
શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ
શ્રી ભીડભંજનપાર્શ્વનાથ જિનાલય
રજત મહોત્સવ સ્મૃતિ ધન્ય ઘડી ધન્ય પળ : અમારા શ્રી સંઘનું પરમ સૌભાગ્ય છે કે અમારી શ્રી નવજીવન સોસાયટીના આંગણે જિનાલયનું નિર્માણ થયું. તેમાં ૫.પૂ. શાસનસમ્રાટ્ આચાર્ય શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર જિનશાસનશણગાર પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પંન્યાસજી શ્રી જયચંદ્રવિજયજી ગણિ મ. (હાલ પૂ. આચાર્ય મ.), પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજય મ. (હાલ આચાર્ય મ.સા.) આદિની નિશ્રામાં વિ. સં. ૨૦૩પ ફાગણ સુદ ૩ ગુરુવાર તા. ૧-૩-૭૯ના ધન્ય દિવસે શ્રી ભીડભંજન પાર્શ્વનાથજી આદિ ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયા. જાણે અધિષ્ઠાયક દેવ જાગૃત થયા અને શ્રી સંઘની દિનપ્રતિદિન અભિવૃદ્ધિના મંડાણ થયા. પાર્થપ્રભુની મહેર, સંઘમાં લીલાલહેર : દાદા શ્રી ભીડભંજન પાર્શ્વનાથની ભક્તિએ ભક્તોની ભીડ ભાંગી, નવજીવન સોસાયટી નવ-જીવન પામી, શ્રી સંઘે સહુના સાથસહકારથી દયાળદાદાની પૂર્ણ કૃપા, પૂજય ગુર્ભાગવતોની પ્રેરણા તેમજ જિનાલયના જીર્ણોદ્ધાર-નિર્માણમાં રાહયોગ, આયંબિલશાળા નિર્માણ, હૃતોપાસના, સાધર્મિક ભક્તિ, પાલીતાણામાં સામુદાયિક ચાતુર્માસ, અભયદાન, જીવદયા અનુકંપાદિ અનેકવિધ ક્ષેત્રોમાં યથાશક્તિ યોગદાન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org