________________
જૈન શ્વેત
એ જ રીતે તેમણે એક સ્થળે આમ પણ લખ્યું છે :
सेयंबरो य आसंबरो य बुद्धो वा तह य अन्नो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥
અર્થાત્ ભલે કોઈ શ્વેતાંબર સંપ્રદાયનો હોય, ભલે કોઈ દિગંબર સંપ્રદાયનો, ભલે કોઈ બૌદ્ધ સંપ્રદાયનો હોય, ભલે કોઈ અન્ય સંપ્રદાયનો પરંતુ જેનો આત્મા સમભાવભાવિત છે તે અવશ્ય મુક્ત થશે, તેમાં સહેજ પણ શંકા નથી.
૭૧
ઉપાધ્યાય યશોવિજયજી તથા મહાત્મા આનંદઘન જેવા સાધક પુરુષોએ સમ્યક્ દૃષ્ટિની ઉક્ત વ્યાખ્યાનું જ સમર્થન કર્યું છે. આત્માની દૃષ્ટિએ સભ્યશ્રુતની આ જ વ્યાખ્યા વિશેષરૂપે આરાધના તરફ લઈ જનારી છે.
નંદિસૂત્રકારે એમ બતાવ્યું છે કે તીર્થંકરોએ ઉપદેશેલાં આચારાંગ વગેરે બાર અંગો પણ સમ્યક્ દૃષ્ટિસંપન્ન વ્યક્તિઓને માટે જ સમ્યશ્રુત રૂપ છે. જે સમ્યક્દષ્ટિહિત છે તેમને માટે તે મિથ્યાશ્રુતરૂપ છે. સાથે જ તેમણે એ પણ બતાવ્યું છે કે સાંગોપાંગ ચાર વેદ, કપિલ-દર્શન, મહાભારત, રામાયણ, વૈશેષિક શાસ્ત્ર, બુદ્ધ-વચન, વ્યાકરણશાસ્ત્ર, નાટક તથા સમસ્ત કળાઓ અર્થાત્ બોંતેર કળાઓ મિથ્યાર્દષ્ટિ માટે મિથ્યાશ્રુત અને સમ્યક્દષ્ટિ માટે સમ્યક્ શ્રુત છે અથવા સમ્યક્દષ્ટિની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હોવાને કારણે આ બધું મિથ્યાદષ્ટિ માટે પણ સમ્યદ્ભુત છે.
નંદિસૂત્રકારના આ કથનમાં એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે અમુક શાસ્ત્ર પોતાની મેળે જ સમ્યક્ છે અથવા અમુક શાસ્ર પોતાની મેળે જ મિથ્યા છે. સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની અપેક્ષાએ જ શાસ્ત્રોને સમ્યક્ કે મિથ્યા કહેવામાં આવેલ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ પણ પ્રકારાંતરે આ જ વાતનું સમર્થન કર્યું છે.
આચાર્ય હરિભદ્ર પછી લગભગ બસો વર્ષે થઈ જનાર શીલાંકાચાર્યે પોતાની આચારાંગ-વૃત્તિમાં જૈનાભિમત ક્રિયાકાંડની સમભાવપૂર્વક સાધના કરવાની સૂચના આપતાં લખ્યું છે કે ભલે કોઈ મુનિ બે વસ્ત્રધારી હોય, ત્રણ વસ્ત્રધારી હોય, એક વસ્ત્રધારી હોય અથવા એક પણ વસ્ત્ર ન રાખતો હોય અર્થાત્ અચેલક હોય પરંતુ જે એકબીજાની અવહેલના નથી કરતા તે બધા ભગવાનની આજ્ઞામાં વિચરે છે. સંહનન, ધૃતિ વગેરે કારણોસર જે જુદા જુદા કલ્પવાળા છે — જુદા જુદા આચારવાળા છે પરંતુ એકબીજાનું અપમાન નથી કરતા, ન તો પોતાને હીન માને છે તે બધા આત્માર્થીઓ જિન ભગવાનની આજ્ઞાનુસાર રાગદ્વેષાદિકની પરિણતિનો વિનાશ કરવા માટે યથાવિધિ પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારનો વિચાર કરવાનું અને એ જ રીતે પરસ્પર
---
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org