________________
દાનવીર જગડુશાહ
દાનવીર જગડુશાહ જૈનાચાર્ય શ્રી પરમદેવસૂરિજીના પરમ
ભક્ત હતા.
પોતાના જ્ઞાનબળથી આચાર્યશ્રીએ જગડુશાહને કહ્યું હતું, “વિ. સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ની સાલમાં ત્રિવર્ષી દુષ્કાળ પડશે, જે અતિ ભયંકર દુષ્કાળ હશે; માટે એક સુખી જૈન તરીકે તમારે નાતજાતના ભેદભાવ વિના સહુની રક્ષા માટે જે કાંઈ યોગ્ય લાગે તે અત્યારે જ કરી લેવું.”
અને.....જગડુશાહે અઢળક અનાજ એકઠું કરી લીધું. એ કપરો કાળ આવી ગયો. જગડુશાહે અનાજના ભંડારો ખુલ્લા મૂકી દીધાં; કશાય ભેદભાવ વિના. અનેક રાજાઓ પણ પોતાની રૈયતને માટે અનાજ લેવા જગડુશાહ પાસે આવ્યા.
ગરીબ પ્રજાના મુખમાં જ એ બધું અનાજ પહોંચાડવાની શરત કરીને જગડુશાહે રાજાઓને પણ પુષ્કળ અનાજ આપ્યું.
તે સિવાય ૧૧૨ દાનશાળાઓ પણ ખુલ્લી મૂકી. બધું મળીને આઠ અબજ, સાડા છ ક્રોડ મણ અનાજનું જગડુશાહે વિના મૂલ્યે દાન કર્યું.
જ્યારે જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે તેમના માનમાં દિલ્હીના બાદશાહે માથેથી મુગટ ઉતાર્યો હતો. સિંધપતિએ બે દિવસ અન્ન ત્યાગ્યું તેમજ રાજા અર્જુનદેવ ખૂબ રડ્યા હતા. પૂજ્ય પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org