________________
નવા વરસે, ચાલો, નવી લાફીંગ ક્લબમાં
શ્રીમદ્ રાજચંદ્રજી મોક્ષમાળાના ૧૮મા શિક્ષાપાઠમાં ચાર ગતિના વર્ણનમાં લખે છે,
“આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્યગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયો છે.
એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સોયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠ ગુણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્છાગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.”
ખૂબીની વાત એ છે કે મનુષ્યભવના આ જન્મની વેદના વખતે આપણે પેંડા કે દીકરી હોય તો બરફી વહેંચીને ખુશાલી ઉજવીએ છીએ. આવી મૂર્ખામી અને અજ્ઞાનતા જોઈને આપણી જાત ઉપર હસવું આવ્યા વગર રહેતું નથી!
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો.’ એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું. બધા ધર્મો મનુષ્યભવને દુર્લભ ગણાવે * છે. છતાં આશ્ચર્યની વાત તો એ છે કે આવા દુર્લભ ભવને * આત્મકલ્યાણ અર્થે ગાળવાને બદલે દેહના કલ્યાણ અર્થે એટલે કે શરીરના મોજશોખ, આરામ અને શરીરની અનુકૂળતાને અર્થે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org