________________
હું ઊગે એટલા ખરા. હું કંઈ ચમત્કારથી બીલીપત્ર ઉગાડી શકું નહીં.” યુવતીએ કહ્યું, “બાબા! હું આપને ચમત્કાર કરવાનું કહેતી નથી, પણ કોઈ ઉપાય બતાવવાનું કહું છું કે જેથી મેં રાખેલી બાધા હું પૂરી કરી શકું.”
રમણ મહર્ષિએ કહ્યું, “હા, માનતા પૂરી કરવાનો એક ઉપાય છે ખરો!”
યુવતીએ ઉત્સાહભેર પૂછ્યું, “કહો બાબા, કહો મને. કયો ઉપાય છે?”
રમણ મહર્ષિએ કહ્યું, “પચાસ હજાર બીલીપત્રો ચડાવવાના બાકી છે ખરું ને? એવો ઉપાય બતાવું કે ગ્રીષ્મઋતુમાં પણ તારી માનતા પૂરી થશે. સાવ સીધો, સાદો અને સરળ છે ઉપાય.” ‘બાબા, મને જલદી એ ઉપાય કહો.'
રમણ મહર્ષિએ કહ્યું, “બસ, પચાસ હજાર બીલીપત્રને બદલે તું પચાસ હજાર વાર તારા શરીર પર ચીંટિયા ભર એટલે તારી બાધા પૂરી થશે.”
યુવતી અકળાઈ. એણે કહ્યું, “બાબા! એનાથી તો પારાવાર વેદના થાય મારા શરીરને”
“એમાં શું? જે બીલીપત્રના વૃક્ષોએ અનુભવ કર્યો એ અનુભવ તને થશે. જે ક્રૂરતા તેં વૃક્ષ પર આચરી તેનો સાચો ખ્યાલ તને મળશે. કોઈ પણ કારણ, બહાનું કે માનતા આવી ક્રૂરતાને સાચી ઠેરવતી નથી; સમજી ?”
૪ ડૉ. પ્રીતિબેન શાહ
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org