________________
માટે બીજા દોઢસો રૂપિયા આપો તો છાનો રહું, નહિ તો રડવાનું • ચાલુ!! એણે તો ફરી જોરજોરથી રડવા માંડ્યું. બધાએ થાકીને છાના રહેવાના દોઢસો રૂપિયા આપવાના કહ્યા ત્યારે પેલી વ્યક્તિ શાંત પડી. શોક વ્યક્ત કરવાની આવી રીત જાણીએ ત્યારે હસ્યા વગર રહી શકાય ખરું?
આમ, જીવનમાં હસવા માટે લાફીંગ ક્લબોમાં જ જવાની જરૂર નથી; રોજના વ્યવહારમાંથી જ તે મળી રહેશે! એમાંથી બોધ લઈએ તો આપણું જીવ્યું સાર્થક કરી શકીએ.
જ મણિભાઈ ઝ. શાહ
R
તંદુરસ્તીનું રહસ્ય
૮૫ વર્ષનું તંદુરસ્ત આયુ ભોગવનાર પ્રો. લોરેન્ઝોઅન કોલર નામના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે સખત મહેનત કરો પણ આરામ કરતાં કરતાં. ચિંતા અને ક્રોધથી બચો. તમારા ધ્યેયને પહોંચવા માટે યથાશક્તિ પ્રયાસ કરો અને તમારી પ્રતિભાનો * ઉપયોગ કરો. ભારે માનસિક ખેંચ અનુભવાય એવું જીવન જીવશો નહિ. તમારી ઉંમર અને સ્વાસ્થ્યને અનુરૂપ જીવન ગોઠવો. ભોજનમાં ફ્ળ, સૂકો મેવો, ઉત્તમ ધાન્ય અને દૂધને સ્થાન આપો. 1 શરૂઆતથી જ બૂરી આદતોથી બચો. ચા-સિગારેટ-બીડી-પાન તથા છીંકણીનો ક્યારેય ઉપયોગ કરશો નહિ, નિયમિત વ્યાયામ કરજો. દિવસમાં ત્રણ વખત થોડું થોડું ભોજન કરજો. આમ કરવાથી તમે * ૮૦ વર્ષનું સુખી સ્વાસ્થ્યપૂર્ણ જીવન જીવવા શક્તિમાન થશો.
૧૦
Jain Education International
ભ
For Private & Personal Use Only
www.jainelibrary.org