________________
a
હાસ્યનું ઔષધ
મોત જ્યારે નોર્મન કઝિન્સની સામે આવીને ઊભું ત્યારે એને વિતાવેલા જીવન માટે પારાવાર પશ્ચાત્તાપ થવા લાગ્યો. પોતાના ગત જીવન પ્રત્યે ધૃણા અને ધિક્કારથી વિચારવા લાગ્યો.
મૃત્યુને જોઈને માનવી ઘણીવાર જીવન વિશે વિચારવાનો પ્રારંભ કરે છે. એ રીતે અંતકાળ લાવનાર બીમારી એટલે કે ‘ટર્મિનલ ઈલનેસ' જેને માટે જાહેર કરવામાં આવેલ તે નોર્મન કઝિન્સન માટે ડૉક્ટરોએ તો ક્યારનીય આશા છોડી દીધી હતી. આ બીમારીમાંથી ઊગરી જવાની પાંચસોએ એકની શક્યતા ગણાતી હતી. બાકી વાસ્તવમાં તો નોર્મન કઝિન્સનને કહી દેવામાં આવ્યું કે એ વધુમાં વધુ છ મહિના જીવી શકે તેમ છે.
આવી પરિસ્થિતિમાં નોર્મન કઝિન્સ ગુસ્સામાં વિતાવેલા અને હતાશામાં વેડફી દીધેલા પોતાના ભૂતકાળ વિષે વિચારવા લાગ્યો. વારંવાર ક્રોધ કરીને પોતાની માંદગીને કેટલી બધી બહેકાવી મૂકી એનો તેને અંતકાળે ખ્યાલ આવ્યો. જીવનભર વેંઢારેલો ચિંતાનો ભાર કેટલો વસમો થઈ પડ્યો તેનો વિચાર કરવા લાગ્યો. નોર્મન કઝિન્સને થયું કે હવે મોત સાથે હાથવેંતનું જ છેટું છે ત્યારે ગઈ ગુજરીને યાદ કરવાનો અર્થ શો? વળી, એના મનમાં એક નવો વિચાર જાગ્યો...
અરે! જો ચિંતા, હતાશા અને ગુસ્સાએ મારામાં નેગેટિવ અભિગમ જગાડ્યો અને એનું પરિણામ આવી જીવલેણ બીમારીમાં આવ્યું, તો એનાથી તદ્દન વિરુદ્ધ હવે ‘પોઝિટિવ’ અભિગમ
११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org