SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ફ દૈનિક - ભક્તિક્રમ ની ૨૬. ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જો; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહી એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. ૪ કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહોપ - શ્રીમદ્ રાજચંદ્ર આ ૨૭. શ્રી મહાવીરસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત) (રાગ ધનાશ્રી) વીરજીને ચરણે લાગું, વીરપણું તે મારું રે; મિથ્યા મોહતિમિર ભય ભાગ્યે, જીત નગારું વાગ્યું રે. વી. ૧ છઉમથ્ય વીર્ય લેયા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે... વી. ૨ અસંખ્ય પ્રદેશ વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે; પુદ્ગલ ગણ તેણે લે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy