________________
દૈનિક - ભક્તિક્રમ
૪૯
આત્મારૂપી ભૂમિ વિષે જ્યાં કર્મ બીજ ઊગે અહો, મનરૂપ વૃક્ષ વિશાળ ત્યાં ભવદુઃખ ફળ તેનાં ગ્રહો; જન્માદિ દુ:ખળો થકી, મુક્તિ મુમુક્ષુ જો ચહો, મનવૃક્ષને તો ભેદ-જ્ઞાનાગ્નિ વડે સત્વર દહો. . . . . અર્હત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત થયા નમું તેમને. . ૫૦ શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને; સિદ્ધિ વર્યાં, નમું તેમને, નિર્વાણના તે માર્ગને ૫૧ તું સ્થાપ નિજને મોક્ષપંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહા૨ ક૨, નહિ વિહર પરદ્રવ્યો વિષે. પર આમાં સદા પ્રીતિદ્વંત બન આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્તતુજને સુખઅહો ! ઉત્તમ થશે. ૫૩ બહુ લોક જ્ઞાન-ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ! ગ્રહણ કર તું નિયત આ જો કર્મમોક્ષેચ્છા તને.. ૫૪
.....
જીતે ક્ષમાથી ક્રોધને નિજ માર્દવથી માનને, આર્જવ થકી માયા ખરે સંતોષ દ્વારા લોભને ...
.....
૬૭
રે ! જ્ઞાન આત્મસ્વભાવ છે તે પ્રાપ્તિને મુક્તિ કહો, તો ભાવના નિજજ્ઞાનની ભાવો યદિ મુક્તિ ચહો; ચૈતન્યજ્યોતિ તે સમે, ભાસે અનુપમ ત્યાં અહો !
૫૫
વિસ્તારી શાન ફરી ફરી ભાવો યથાર્થ નિહાળતા, તજી રાગદ્વેષ સ્વરૂપજ્ઞાની ધ્યાન ઉત્તમ ધ્યાવતા. ... ૫૬
તે એક, સર્વોત્કૃષ્ટ, જગમાં, સર્વદા યવંત હો. . . . . ૫૭
Jain Education International
& Use
www.jainelibrary.org