________________
દૈનિક - ભક્તિક્રમ આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. . ૪૧ જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ..... ૪૨ જીવ બંધ બન્ને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે.... ૪૩ જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. . . ૪૪ જીવરાજ આ રીત જાણવો વળી શ્રદ્ધવો પણ આ રીતે, પછી યત્નથી અનુસરણ કરવું તેહનું મોક્ષાર્થીએ.... ૪૫ ચિતૂપ આત્મા, જડ શરીર એ, બેય ભિન્ન પિછાણતાં; જ્ઞાનાદિ નિજ, રાગાદિ પરરૂપ, ભેદ અંતર જાગતાં; શુચિ ભેદજ્ઞાન પ્રકાશ થાયે, સંત પરથી છૂટતા; લહી શુદ્ધ જ્ઞાન નિધાન નિજ, આનંદ આસ્વાદો સદા. ૪૬ ભ્રાંતિ તજી જે ભેદજ્ઞાની ભિન્ન એ આત્મા જુવે, તે પુરુષ વિશે શુદ્ધનય સ્થિત, કર્મમલ સંચય ધુવે; જે કોઈ ભવમુક્તિ વર્યા તે ભેદજ્ઞાન બળે ખરે, ભવબંધને જે જે ફસ્યા, તે ભેદજ્ઞાન વિના અરે!... ૪૭ જન કનકમાંથી કંકણાદિ કનકમય સૌ પામતા, ને લોહમાંથી સર્વ પાત્રો લોહમય ઉપજાવતાં; ત્યમ શુદ્ધ નિજપદ ધ્યાન કરતા સ્વરૂપ શુદ્ધિ પામતા, ધ્યાતા અશુદ્ધ સ્વરૂપ નિચ્ચે અશુદ્ધિ જ વધારતા.... ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org