________________
૬૮
દૈનિક - ભક્તિક્રમ
સંપૂર્ણ આતમ જ્ઞાનનું ચિંતન અને સ્થિરતા કરો, સર્વત્ર આગળ રાખી આગમ આત્મપંથ અનુસરો; સર્વથા કુવિકલ્પ તજજો, સ્વચ્છંદને ઉચ્છેદજો, વૃદ્ધ પુરુષ પરંપરાને, અનુસરીને વર્તજો. . સાક્ષાત્કાર સ્વરૂપનો કરવો ગુરુગમ સાધવી, આત્માતણા આનંદની પુષ્ટિ પુરી આરાધવી; જ્ઞાનશાળીને અનુભવથી, જણાવા યોગ્ય જે, સંક્ષેપથી કહી વાત તે હિતકારી મંગળ માર્ગ છે.... ૫૯
૫૮
સર્વ સ્થળે જન સર્વ મથતા નિત્ય દુઃખો ટાળવા, વળી જંપતા નથી દિન ભરમાં શ્રમ કરે સુખ ભાળવા; તોયે દુઃખો ના દૂર થાયે સુખ ના સ્થિર કોઈનાં, દુઃખનાશ ને સુખપ્રાપ્તિ ફળ તો પૂર્વના સુકૃતનાં.... ૬૦ સંસારમાં સૌ જન્મમરણાદિ દુઃખોને દુઃખ કહે, પણ સુજ્ઞ જન તો વિષયસુખ પણ દુઃખ જાણી દૂર રહે; મુક્તિ વિષે છે સૌખ્ય સાચું યત્ન તે માટે કરે, દુઃસાધ્ય છે એ મુક્તિ નિશ્ચે વિરલા મોક્ષાર્થી વરે. . . ૬૧ પરયુક્ત બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે: જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ, એ રીતે દુઃખ જ ખરે. ૬૨ વિષયો વિષે રતિ જેમને દુ:ખ છે સ્વભાવિક તેમને, જો તે નહોયસ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૩ ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી, જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપથાય,દેહ થતો નથી.. ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org