________________
૬૪
દૈનિક - ભક્તિમ આ રીત દર્શન જ્ઞાન છે ઈન્દ્રિય અતીત મહાર્થ છે, માનું છું આલંબન રહિત જીવ શુદ્ધ, નિશ્ચળ, ધ્રુવ છે. ૧૯ નારક નહીં, તિર્યંચ-માનવ-દેવ-પર્યય હું નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૨૦ હું માર્ગણાસ્થાનો નહીં, ગુણસ્થાન જીવસ્થાનો નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં..... ૨૧ હું બાળ-વૃદ્ધયુવાન નહીં, હું તેમનું કારણ નહિ. કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૨૨ હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લોભ-માયા છું નહીં, કર્તા ન કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં..... ૨૩ આત્માતણું જે જ્ઞાન તે દાતાર છે શિવધ્યાનનું કિર્તવ્ય છે મહાયત્ન તે અર્થે સદાય મુમુક્ષુનું........ ૨૪ સૌ કર્મમળથી મુક્ત આત્મા, પામીને લોકાગ્રને, સર્વજ્ઞદર્શી તે અનંત અતિન્દ્રિ, સુખને અનુભવે..... ૨૫ એ આત્મજ્યોતિ અચિંત્ય મનથી વચનથી ગતિ ત્યાં નહીં, વળી શરીરથી છે ભિન્ન કેવળ રૂપ પણ એનું નહીં . ૨૬ ચિદૂરૂપ અનુભવગમ્ય કેવલ કોઈ વિરલા વિજ્ઞને, સહજાત્મરૂપી સેવ્ય પદ એ રક્ષજો અમ અજ્ઞને.... ૨૭ અગ્નિ તણો ગુણ ઉષ્ણતા ત્યમ જ્ઞાન ગુણ આત્માતણો, તેથી પ્રકાશે જ્ઞાન નિજનું જ્ઞાન સમ્યક્ તે ગણો. ... ૨૮
તેની પ્રતીતિ અચળ વર્તે શુદ્ધ દર્શન તે કહો, Jain Eસજ્ઞાન-દર્શન-સહ સ્વરૂપે સ્થિરતા ચારિત્ર હો. બાઇક, નંain૨૯y.org
નિ ,