________________
દૈનિક - ભક્તિક્રમ
ઉપયોગ જો શુભ હોય સંચય થાય પુણ્યતણો તહીં, ને પાપસંચય અશુભથી જ્યાં ઉભય નહીં, સંચય નહીં. ૮ છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપા સહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે ત્યાં પુણ્ય આસ્રવ હોય છે.. . ૯: અદ્વૈત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં, ગુરુઓ તણું અનુગમન એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૦ દુ:ખિત, તૃષિત વા ક્ષુધિત દેખી, દુઃખ પામી મન વિષે, કરુણાથી વર્તે જેહ અનુકંપા સહિત તે જીવ છે.. . . . ૧૧ મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત આશ્રય પામીને, જીવને કરે જે ક્ષોભ તેને કલુષતા જ્ઞાની કહે. . . . . ૧૨ ચર્ચા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે; પરિતાપ ને અપવાદ પરના પાપ આસવને કરે..... ૧૩
૬૩
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવંશતા, આર્ત-રૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપતણું કરે. . . . ૧૪ મારો સુશાશ્વત એક દર્શનશાનલક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. . . ૧૫ મુજ જ્ઞાનમાં આત્મા ખરે દર્શન ચિતમાં આતમા, પચખાણમાં આત્મા જ સંવર-યોગમાં પણ આતમા. . ૧૬
હું દેહ નહીં, મન વાણી નહીં હું તેમનું કારણ નહીં, કર્તા ન કારિયતા ન, અનુમંતા હું કર્તાનો નહીં.... ૧૭
લક્ષ્મી શ૨ી૨ સુખ દુઃખ અથવા શત્રુ-મિત્ર જનો અરે ! 1 જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ આત્મક જીવ છે. ૧૮ary.org
0 ate