SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ દૈનિક - ભક્તિક્રમ આત્મજ્ઞાન ખરો ધર્મ, સર્વ ધર્માધિકારીનો; સર્વ વિદ્યા વિષે શ્રેષ્ઠ, મોક્ષદાયક તે ગણો. . . . તપો ઘોર તપો તોયે, આકરાં વ્રત આદો; આત્મજ્ઞાન વિના મોક્ષ, પામે કોઈ ન પાધરો. . ૨૬ ૨૭ એમ જાણી વિવેકી હો ! અવિદ્યા દૂરથી તો; આત્મ કલ્યાણ ઇચ્છો તો, અવિદ્યા નહિ સુણજો.... ૨૮ હિરગીત છંદ (બહુ પુણ્ય કેરા પુંજથી....એ દેશી) છે જીવ ચેતયિતા પ્રભુ ઉપયોગચિહ્ન અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીર-પ્રમાણ કર્મે યુક્ત છે. . . . . . ૧ જે ચાર પ્રાણે જીવતો, પૂર્વે જીવે છે જીવશે, તે જીવ છે ને પ્રાણ, ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. . ૨ જે શરીરમાત્ર નિજાનુભવથી વ્યક્ત ને અવિનાશી છે, જીવ પૂર્ણ-સુખ-ભરપૂર, જાણે લોક તેમ અલોકને ૩ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપને, આસવ સંવર, નિર્જરા, બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે.... ૪ ! આપ્ત-આગમ તત્ત્વની શ્રદ્ધાથી સકિત હોય છે. નિઃશેષ દોષવિહીન જે, ગુણસકળમય તે આપ્ત છે. . . ૫ જે ન્યૂન તેમ અધિક છે નહીં સંશયોથી રહિત છે, વિપરીત વિણ, યથાર્થ જે, તે જ્ઞાન સમ્યગ્ જિન કહે.. ૬ છે આત્મા ઉપયોગરૂપ ઉપયોગ દર્શન-જ્ઞાન છે, Jan ઉપયોગ તે આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૭ www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy