________________
દૈનિક - ભક્તિકમ જે સિદ્ધયા ને સિદ્ધશે, સિદ્ધ થતાં ભગવાન; તે આત્મદર્શન થકી, એમ જાણ નિમ્રત. અવંતિ-જન વ્રતને ગ્રહે, વતી જ્ઞાન-રત થાય; પરમ-જ્ઞાનને પામીને, સ્વયં પરમ થઈ જાય...... ૧૭ દેહે આતમભાવના, દેહાન્તર ગતિ-બીજ; આત્મામાં નિજ-ભાવના દેહ મુક્તિનું બીજ........ ૧૮ ઇન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ; ક્ષણભર જોતાં જ દીસે, તે પરમાત્મસ્વરૂ૫. ...... ૧૯ જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ; આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીધ્ર મોક્ષસુખ થાય...... ૨૦ પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ........ ૨૧ કરી અભાવ ભવભાવ સબ, સહજભાવ નિજ પાય; જય અપુનર્ભવ ભાવમય, ભયે પરમ શિવરાય. .... ૨૨ આસ્રવ ભાવ અભાવતું, ભયે સ્વભાવ સ્વરૂપ; નમો સહજ આનંદમય, અચલિત અમલ અનૂપ. ... ૨૩
(અનુષુપ છંદ) સાતે ધાતુ વિનાનો છે, જ્ઞાન રૂપે નિરંજનો; આત્માને કર્મથી ભિન્ન, મુમુક્ષુ જન ચિંતતો........ ૨૪ સંતોષામૃતથી પૂર્ણ, શત્રુ-મિત્ર ન માનતો;
સુખ-દુઃખો નહીં કહ્યું, રાગ દ્વેષ ન ધારતો....... ૨૫ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org