SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ દૈનિક - ભક્તિકમ અસ્થિર અણુસમૂહ છે, સમ-આકાર શરીર; સ્થિતિભ્રમથી મૂરખજનો, તે જ ગણે છે જીવ....... ૫ હું ગોરો, કૃશ સ્થૂળ ના, એ સૌ દેહસ્વભાવ; એમ ગણો ધારો સદા, આત્મા જ્ઞાનસ્વભાવ....... ૬ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય............. ૭ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ. ....... પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય; મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય......... ૯ વિરમી પરવ્યવહારથી, જે આતમરસ લીન; પામે યોગીશ્રી અહો ! પરમાનંદ નવીન .......... ૧૦ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ.. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર-શોધ.. .......... ૧૨ સ્વચ્છેદ મત આગ્રહ ત્યજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. . . . . .. ૧૩ રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ........ ૧૪ જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; Jain Ecતે કારણ છેદક દશ, મોક્ષપંથ ભવઅંત........... Lઇરોસિ. . . . . . . . . ૧૧ ..www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy