SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દૈનિક - ભક્તિક્રમ સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે નવ કદી બીજો માનજો માર્ગ આથી. ... ૩ દેવે પૂજ્યા વિમળ મતિથી છો ખરા બુદ્ધ આપ, ત્રિલોકીને સુખ દીધું તમે તો મહાદેવ આપ; મુક્તિ કરી વિધિ કરી તમે છો વિધાતા જ આપ, ખુલ્લું છે એ પ્રભુજી ! સઘળા ગુણથી કૃષ્ણ આપ.... ૪ શાસ્ત્રોંકા હો પઠન સુખદા લાભ સત્સંગતિકા, સવૃત્તોંકા સુજસ કહેકે દોષ ઢાંકું સભીકા; બોલું પ્યારે વચન હિતકે આપકા રૂપ ધ્યાઉં, તૌલોં સેઊં ચરણ જિનકે મોક્ષ જોંલો ન પાઊં...... ૫ - ર૪. () શધ્યાત્મપારાયણ ا م આદિમંગળ (દોહરા). નિર્મળ ધ્યાનારૂઢ થઈ, કર્મકલંક ખપાય; થયા સિદ્ધ પરમાત્મા, વંદું તે ભગવાન. નમું સિદ્ધ પરમાત્મા, અક્ષય બોધસ્વરૂપ; જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ.. સિદ્ધ શ્રી પરમાત્મા, અરિગંજન અરિહંત; ઇષ્ટ દેવ વંદું સદા, ભય ભંજન ભગવંત.......... ૩ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ..... ه ه • • , ه Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001296
Book TitleDainik Bhaktikram
Original Sutra AuthorN/A
AuthorSatshrutseva Sadhna Kendra
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2002
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy