________________
૫૮
દૈનિક - ભક્તિક્રમ
તારાં દર્શનથી જિનરાય રે, સંતોષ ૫૨મ મને થાય રે; ઇન્દ્રવૈભવ પણ તૃણ લાગે રે, લેશ તૃષ્ણા નહિ ઉરે જાગે રે. ૮ તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેનાં જન્મમરણ નહિ જાય રે. ૯ તારાં દર્શન કરી જિનરાય રે, બીજાં કામે મારું મન જાય રે; તે તો પૂર્વકર્મોનો દોષ રે, રહે ઉ૨ અતિશય રોષ રે. ૧૦ તારાં દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ તોયે થાય રે; મનનો મિથ્યાત્વમળ જો જાય રે,
તો તો મોક્ષ સમીપ ભળાય રે. ૧૧ તારા દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શન-શુદ્ધિ પામી રે, માનું ૫૨નો નહિ હું સ્વામી રે. ૧૨
(મંદાક્રાંતા)
થાઓ માાં નમન તમને દુઃખને કાપનારા, થાઓ મારાં નમન તમને ભૂમિ શોભાવનારા; થાઓ મારાં નમન તમને આપ દેવાધિદેવા, થાઓ મારાં નમન તમને સંસ્કૃતિ કાળ જેવા.. . . . . એમાં કાંઈ નથી નવીનતા, નાથ ! દેવાધિદેવ ! ભક્તો સર્વે પદ પ્રભુતણું પામતા નિત્યમેવ; લોકો સેવે કદી ધનીકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. .....
મોટા મોટા મુનિજન તને માનતા નાથ તો તે,
તેજસ્વી છો રવિસમ અને દૂર અજ્ઞાનથીયે;
For Private & Personal Use Only
Jain Education International
૧
www.jainelibrary.org