________________
Jain
દૈનિક - ભક્તિક્રમ
ત્રિભૂવનતિહુઁકાલ મઁઝાર કોય,
નહિ તુમ બિન નિજ સુખદાય હોય;
મો ઉ૨ યહ નિશ્વય ભયો આજ,
૫૭
દુઃખજલધિ ઉતારન તુમ જિહાજ. ૧૩
(એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ના ચઢે બીજે ભામે રે - એ રાગ)
તારાં દર્શનથી જિનરાજ રે, સાઁ સર્યાં મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવ માંહી રે,
કાળ અનંત પામ્યો ન કાંઈ રે. ૧ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ્ર શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. ૨ તારાં દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહ-પડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. ૩ તારાં દર્શનથી જિનરાજ રે, ઉ૨ આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઇચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો તે આંહી રે. ૪ તારાં દર્શનથી જિનરાજ રે, મારાં મહા પાપોય પળાય રે; રવિ ઊગ્ય ન લાગે વાર રે, જાય રાત્રિ તણો અંધકાર રે. ૫ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્ય ઉદય મને થાય રે; જેથી આ ભવમાં રિદ્ધિ પામી રે,
થાય પરભવમાં સિદ્ધિ સ્વામી રે. ૬ તારાં દર્શનથી જિનરાય રે, એવો પુણ્યલાભ મને થાય રે; જેથી થશે અનુપમ સુખ રે, અક્ષય મોક્ષથી ટળશે દુઃખ રે. ૭
har
wies/w.jaine brary.org