________________
દૈનિક - ભક્તિક્રમ
કર્મ દુષ્ટ બિનકારણ વૈરી, ભેદી કરો દૂર છેદી; સંતની રક્ષા ને દુષ્ટ-શિક્ષા-ધર્મ, ન્યાયી પ્રભુનો અનાદિ. હે ! ગુરુરાજ. (૨) ૨૪
૫૧
સ્થળ પર તરફડે માછલી તેમ જ, ભવ-દાવાનળ બાળે; ત્રિવિધ તાપનો દાહ સહુ હું, નાથ સદા સંસારે; સુખી પ૨મ રહું જ્યાં લગી લીન છે, હૃદય સમર્પિત મારું; કરુણા-જલના સંગે શીતળ, પદપંકજ જ્યાં તમારું. હે! ગુરુરાજ. (૨) ૨૫
(દોહરા) જળહળ જ્યોતિસ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન...... ૧ નિત્ય નિરંજન નિત્ય છો, રંજન ગંજ ગુમાન; અભિનંદન, અભિવંદના, ભયભંજન ભગવાન
ધર્મધ૨ણ તા૨ણતરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન...... ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર, અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. . ૫ આનંદી અપવર્ગી તું, અકળગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
૩